CCTV ફૂટેજમાં દેખાતા વ્યક્તિની આતંકવાદી ડો. ઉમર તરીકે ઓળખ થઈ, ફરીદાબાદ ટેરર મોડ્યૂલ બાદ ઉતાવળમાં હતો: ધરપકડ ટાળવા માટે બ્લાસ્ટ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
સોમવારે સાંજે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે થયેલા વિસ્ફોટને આતંકવાદી હુમલા સાથે જોડવામાં આવ્યો હોય તેવું લાગે છે. જે સફેદ શ20 કારમાં વિસ્ફોટ થયો હતો તેના ઈઈઝટ ફૂટેજ સામે આવ્યા છે. મેટ્રો સ્ટેશનના પાર્કિંગમાંથી બહાર નીકળતી વખતે કારમાં કાળો માસ્ક પહેરેલો એક માણસ બેઠો જોવા મળ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિની ઓળખ કાશ્ર્મીરના પુલવામાના રહેવાસી ડો. મોહમ્મદ ઉમર નબી તરીકે થઈ છે. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે ઉમર હરિયાણાના ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલ સાથે જોડાયેલો છે.
જમ્મુ અને કાશ્ર્મીર પોલીસને ફરીદાબાદ મોડ્યુલમાં સામેલ ચાર ડોક્ટરો વિશે માહિતી મળી હતી. સોમવાર સુધીમાં, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાંથી એક મહિલા ડોક્ટર સહિત ત્રણ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમના ઠેકાણામાંથી 2,900 કિલો વિસ્ફોટકો પણ જપ્ત કર્યા હતા. ડોક્ટર ઉમર ચોથા ડોક્ટર હતા જેમને પોલીસ શોધી રહી હતી.
- Advertisement -
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ધરપકડો પછી, ડો. ઉમર કાં તો પોતાની પાસે રહેલા વિસ્ફોટકોને સલામત સ્થળે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો અથવા ધરપકડના ડરથી તેણે દિલ્હીમાં આત્મઘાતી હુમલો કર્યો હતો. દિલ્હી વિસ્ફોટોમાં અત્યાર સુધીમાં નવ લોકોનાં મોત થયા છે, અને 24 લોકો ઘાયલ થયા છે. પોલીસ મૃતકોના ડીએનએ ટેસ્ટ કરાવી રહી છે જેથી નક્કી કરી શકાય કે ડોક્ટર ઉમર તેમાં સામેલ હતો કે નહીં.
ઉમર અઢી કલાક સુધી ગાડીમાં બેઠો રહ્યો, એક ક્ષણ માટે પણ ઉતર્યો નહીં
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, ડો. ઉમર વિસ્ફોટ પહેલાં લગભગ અઢી થી ત્રણ કલાક સુધી પાર્કિંગમાં પાર્ક કરેલી તેની સફદ કલરની શ-20 કારમાં બેઠો રહ્યો હતો. તે એક ક્ષણ માટે પણ કાર છોડીને બહાર નીકળ્યો ન હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ડો. ઉમર પાર્કિંગમાં કોઈની રાહ જોઈ રહ્યો હતો અથવા કોઈ સૂચનાની રાહ જોઈ રહ્યો હોય તેવું CCTV ફૂટેજ જોતાં લાગી રહ્યું છે. નોંધનીય છે કે, ગઈકાલે સોમવારે લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટના સંદર્ભમાં દિલ્હી પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ FIR નોંધી છે.



