નાના કલાકારોને મોટું સ્ટેજ આપી સૌરાષ્ટ્રની સંસ્કૃતિ ઉજાગર કરનાર વિરલ વ્યક્તિત્વની ખોટ સમગ્ર કલા જગતમાં પડી
ગુજરાતના સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જોરાવરસિંહ જાદવના નિધનથી સાહિત્ય જગતમાં ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરીને જોરાવરસિંહજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
- Advertisement -
વજુભાઈ વાળાએ જણાવ્યું કે, જોરાવરસિંહજીએ ખૂબ નાના કલાકારોને મોટું સ્ટેજ પૂરું પાડીને સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા. કસબાઓમાં જઈને તેમણે કલાકારોની અંદર પ્રાણ પૂર્યો હતો. જાદવ સાહિત્યનો અમૂલ્ય ખજાનો અને વારસો જાળવતા સાહિત્યકાર હતા.
તેમની વિદાયથી સાહિત્ય જગત અને સૌરાષ્ટ્રએ ઝવેરચંદ મેઘાણી અને ભાતીગળ સંસ્કૃતિના વિરાસતોની જાળવણી કરનાર એક મહાન વ્યક્તિત્વને ગુમાવ્યું છે. વજુભાઈ વાળાએ તેમના આ પ્રદાન બદલ ઊંડા દુ:ખ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.



