ગેરકાયદે ખનન કરી માફિયાઓએ રેઢા મૂકેલા ખાડામાં વધુ એક યુવાનનું મોત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
થાનગઢ અને મૂળી પંથકમાં ગેરકાયદેસર ખનિજ ખનનમાં અનેક શ્રમિકો જીવ ખોઈ બેઠા છે તેવામાં હવે જ્યારે કોલસાનું ખનન બંધ છે ત્યારે પણ રેઢા મૂકેલા ખાડામાં શ્રમિકો પડી જવાથી મોત થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં થાનગઢના મોરથળા ગામે કોલસો અને માટીનું ખનન કરી ખુલ્લા પડેલા ખાડામાં વરસાદી પાણી ભરવાને લીધે ખાડાની ઊંડાઈ માપી નથી શકાતી. આ તરફ પરપ્રાંતીય શ્રમિક યુવાન રાકેશ ખરાડી ડમ્ફર લઈને નીકળતા વરસાદી પાણી ભરવાના લીધે ખાડો નજરે નહીં પડવાનૈધે યુવાન ડમ્ફર સહિત ખાડામા ખાબક્યો હતો જ્યારે આ અંગે તાત્કાલિક થાનગઢ પાલિકાના ફાયરની ટીમને જાણ કરતા ત્રણેક કલાકના જહેમત બાદ અંતે યુવાનની મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો જોકે ખનિજ માફીયાઓ દ્વારા આ પ્રકારના મૂળી અને થાન પંથકમાં લગભગ બે હજારથી વધુ ખાડા કરવામાં આવ્યા છે જેમાં હાલ વરસાદી પાણી ભરાવાને લીધે કોઈપણ સમયે દુર્ઘટના થવાની ભીતિ રહે છે. ત્યારે તંત્રના અધિકારીઓ ખનિજ ખનન બંધ કરાવવા માટે પ્રયત્નો હાથ ધરે છે પરંતુ આ મોતના કુવાને લીધે થયેલા શ્રમિકોના મોત બાદ ખનિજ માફિયા સામે કાર્યવાહી કરવામાં ઢીલી નીતિ રાખતા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે.



