ચોમાસા વિદાય સમયે પહાડો પર વરસાદની બઘડાટી: ડેમ અને તળાવ ફરી ઓવરફલો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
જૂનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે ગઈકાલે ચોમાસાની આમ વિદાઈ સમયે ગિરનાર અને દાતાર પહાડો પર ધોધમાર વરસાદ વરસતા ફરી એકવાર વિલિગ્ડન ડેમ અને નરસિંહ મેહતા તળાવ ઓવરફલો થયા હતા.
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં ગત રોજ સવારથી વરસાદે બઘડાટી બોલાવી હતી અને અને જિલ્લાના દરેક તાલુકામાં 1 થી 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર 3 થી 4 ઇંચ વરસાદ વરસતા પાણીના ઝરણાં શરુ થયા હતા જેના લીધે દામોદર કુંડ બે કાંઠે પાણી જોવા મળ્યું હતું તેમજ ગિરનાર અને દાતાર પહાડો પર ભારે વરસાદના પગલે વિલિગ્ડન અને શહેર મધ્યમાં આવેલ નરસિંહ મેહતા સરોવર ફરી એકવાર ઓવરફલો થયા હતા. આમ વરસાદની વિદાય પેહતા જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો આજે પણ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ઝાપટા પડી રહ્યા છે.



