તાલાલા પંથકમાં 6580 હેક્ટરમાં મગફળી, 5180 હેક્ટરમાં સોયાબીન વાવેતર સત્તાવાર નોંધાયું
સરકાર મગફળીના ડેમેજ પાકનો સર્વે કરાવી ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા માંગણી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.1
તાલાલા પંથકમાં ત્રીજા દિવસે અવિરત વરસાદથી ખેડૂતોના ખેતરમાં પડેલ મગફળીનો તૈયાર પાક ડેમેજ થઈ રહ્યો હોય ખેડૂતો ચિંતામય બની ગયાં છે. તાલાલા પંથકમાં આ વર્ષે 6580 હેક્ટરમાં મગફળી,5180 હેક્ટરમાં સોયાબીન નું સતાવાર ખરીફ વાવેતર નોંધાયું છે.તાલાલા પંથકમાં આગોતરૂ થયેલ વાવેતર પૈકી મગફળીનો પાક તૈયાર થતા ખેડૂતોને મગફળી ઉપાડવાની કામગીરી શરૂ કરી હતી.આ દરમ્યાન રવિવાર થી વરસાદ શરૂ થતાં ખેડૂતોનો ખેતરે પડેલ મગફળીનો તૈયાર પાક ડેમેજ થવા લાગ્યો છે.વરસાદ હજી બંધ થવાનું નામ લેતો નથી જેથી ખેડૂતોને મોંઢે આવેલ કોળીયો ઝુંટવાઈ જવાની ભિતી ઉભી થઇ છે.તાલાલા પંથકમાં મગફળીનો ડેમેજ થયેલ તૈયાર પાક ખેડૂતોનાં ખેતરમાં પડેલ છે.તૈયાર પાકનું સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવા કિસાન ક્રાંતિ ટ્રસ્ટના મહામંત્રી વિજયભાઈ હિરપરા,ગીર સોમનાથ જિલ્લા ભારતીય કિસાન સંઘના મંત્રી રાજેશભાઈ પાનેલીયા એ કૃષિ મંત્રી સમક્ષ માંગણી કરી છે.



