ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
દેશની અખંડતા અને એકતાના પ્રતીક એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી પૂર્વે આયોજિત ’સરદાર સન્માન યાત્રા’નું જૂનાગઢ ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. યાત્રાનું સ્વાગત દોલતપરા સ્વામિનારાયણ ગેટ પાસે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શહેર ભાજપના અનેક અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, પુનિતભાઈ શર્મા, ઓમભાઈ રાવલ, મુકેશભાઈ ગજેરા, નટુભાઈ પટોળિયા, સુભાષભાઈ રાદડિયા, વનરાજભાઈ સોલંકી, ભાવનાબેન વ્યાસ, શ્રેયસભાઈ ઠાકર, મનીષાબેન વૈશ્નાણી, શીતલબેન તન્ના, યોગેશ્વરીબેન જાડેજા સહીત સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ અને વોર્ડ પ્રમુખ-મહામંત્રીઓ તેમજ યુવા મોરચાના કાર્યકર્તાઓ પણ બહોળી સંખ્યામાં આ સ્વાગત કાર્યક્રમમાં જોડાયા હતા.



