શારદીય નવરાત્રીના પાવન પર્વના પ્રથમ નોરતે, વંથલી નજીક આવેલા ઉમાધામ (ગાંઠીલા) ઉમિયા માતાજી મંદિર ખાતે રાસ-ગરબા અને મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 4 કલાકે શરૂ થયેલા રાસ-ગરબામાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભક્તોએ પરંપરાગત ગરબા ગાઈને અને રાસ રમીને માં ઉમિયાજીની આરાધના કરી હતી. રાસ-ગરબા બાદ સાંજે દીવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ ભાગ લીધો હતો. આ અવસરે ભક્તો માટે ભોજનપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમથી ઉમાધામ ખાતે ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું.
Follow US
Find US on Social Medias



