2000થી વધુ ખેલૈયાઓ રમી શકે અને 10 હજારથી વધુ પ્રેક્ષકો જોઈ શકે તેવી વ્યવસ્થા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
વેરાવળમાં સમસ્ત ખારવા સમાજ – સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 15 વર્ષથી ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે.જેમાં દરરોજ 2000 થી 2500 – ખેલૈયાઓ નિ:શુલ્ક ભાગ લઈને ગરબે ઘૂમે છે.આ રાસ નિહાળવા રોજ 8 થી 10 હજાર લોકો ઉમટે છે અને દરરોજ વિજેતાઓને હજારોની કિંમતના ઈનામો અપાઈ છે તેમજ ફાઈનલમાં ખેલૈયાઓને લાખો રૂપિયાના ઈનામો આપવામાં આવે છે.નોંધનીય છે કે, સુરક્ષાને પણ ખાસ પ્રાધાન્ય આપવામાં આવે છે જેથી મહિલાઓ એક પારિવારિક વાતાવરણમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી શકે છે.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ દામજીભાઈ ફોફંડી અને અધ્યક્ષ લખમભાઈ ભેંસલાની આગેવાનીમાં સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના હોદ્દેદારો અને તેમની યુવા ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવે છે.



