સ્થળ પર પાસ મળી રહે તેવી વ્યવસ્થા, સહિયર ગ્રુપના સથવારે ભવ્ય રાસોત્સવ
પ્રિન્સ-પ્રિન્સેસ અને વેલડ્રેસ વિજેતાને અનેક લાખેણા ઇનામો અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જય વેલનાથ યુવા મંચ ગુજરાત દ્વારા સમસ્ત કોળી સમાજને સાથે રાખીને સર્વે સમાજના ખેલૈયાઓ માટે વેલકમ નવરાત્રી ભવ્ય રાસોત્સવ કાલે 19 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ સાંજે 7 કલાકે યોજાશે. રાજકોટનું નંબર વન ગ્રાઉન્ડ કે જેમાં 7000 ખેલૈયા એક સાથે રમી શકે તેવી વ્યવસ્થા નામાંકિત સહિયર રાસોત્સવના ગ્રાઉન્ડમાં રેસકોર્ષ મેદાન રાજકોટ ખાતે શાહી જાજરમાન આયોજન કરવામાં આવ્યુ છે. આ ભવ્ય રાસોત્સવમાં સુપ્રસિધ્ધ ફિલ્મી કલાકારો, નિર્માતાઓ, ટીક-ટોક સ્ટાર, કોમેડી સ્ટાર, યુ-ટયુબર્સ તેમજ નામાંકિત ગાયક કલાકારો સાથે મળીને રાસોત્સવમાં રંગ જમાવશે. તેમજ સૌરાષ્ટ્રના રાજકીય મહાનુભાવો, વિવિધ સમાજના આગેવાનો, ઉચ્ચકક્ષાના સરકારી અધિકારીઓ, અલગ-અલગ ક્ષેત્રના ગર્વમેન્ટ કર્મચારીઓ અને ઉદ્યોગપતીઓ, બિલ્ડરો, વેપારીઓ, ડોકટરો, વકિલો, શિક્ષકો, પોલીસમિત્રો ઉપરિસ્થત રહેશે. તેમજ સહિયર રાસોત્સવની સમગ્ર ટીમના સથવારે ફોરેનર યુવક-યુવતીઓ આ રાસગરબામાં ભાગ લેશે. પ્રિન્સ-પ્રિન્સેસ વિજેતાને કલર ટીવી તેમજ વેલડ્રેસ વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને સરપ્રાઈઝ ગીફટ આપવામાં આવશે. 7000 ખેલૈયાઓ રમી શકે તેવી વિશાળ વ્યવસ્થા. અદ્ભુત સાઉન્ડ સિસ્ટમ, રોયલ ફેમીલી માટે વીઆઈપી વ્યવસ્થા, સિકયુરીટી ગાર્ડ અને બાઉન્સરનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્થળ પર ટોકન દરે રાજકોટના તમામ દાંડીયારાસ કલાસીસના ખેલૈયાઓ માટે ટોકન દરે પાસ મળશે. આ ભવ્ય રાસોત્સવને સફળ બનાવવા માટે જય વેલનાથ યુવા મંચના અધ્યક્ષ દેવભાઈ કોરડીયાના નેતૃત્વ હેઠળ મુખ્ય આયોજક ટીમ, સહ આયોજક કમીટી તેમજ સમસ્ત કોળી સમાજના એજયુકેટેડ પરિવારના યુવાનો, મહિલાઓ, હોટેદારો જહેમત ઉઠાવી રહ્યા છે. પાસ મેળવવા માટે 9033518909, 9825833361, 8530311309 ઉપર સંપર્ક કરી શકાશે તેમ જય વેલનાથ યુવા મંચ ભવ્ય રાસોત્સવ ટીમનો
સંપર્ક કરવો.



