કોટક સ્કૂલ ખાતે 21મી સપ્ટેમ્બરે આયોજન, જરૂરિયાતમંદ દર્દીઓને તમામ સારવાર મફત અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
માનવસેવાના કાર્યોમાં અગ્રેસર રહેનાર સરગમ ક્લબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જન્મદિવસ નિમિત્તે એક ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ રવિવાર, 21 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 8:30 વાગ્યે રાજકોટની કોટક સ્કૂલ, મોટી ટાંકી ચોક ખાતે યોજાશે.
- Advertisement -
મફત સારવાર અને સુવિધાઓ: આ કેમ્પમાં સૌરાષ્ટ્રભરમાંથી આવનાર તમામ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે. રાજકોટના 80થી વધુ નામાંકિત ડોક્ટરો વિવિધ પ્રકારના 30 જેટલા રોગોનું નિદાન કરશે. આ કેમ્પમાં નિદાનની સાથે સાથે દવાઓ, લેબોરેટરી ટેસ્ટિંગ, કાર્ડિયોગ્રામ, એક્સ-રે અને સોનોગ્રાફી જેવી તમામ સુવિધાઓ પણ વિનામૂલ્યે ઉપલબ્ધ રહેશે.
વિશેષ સેવાઓ: આંખના રોગ: રણછોડદાસજીબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ અને સિવિલ હોસ્પિટલના સહયોગથી આંખના દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા, આંખના ઓપરેશન અને નેત્રમણિ બેસાડવાની સુવિધા પૂરી પાડવામાં આવશે.
જાડાપણાનું નિદાન: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને પગલે, આ કેમ્પમાં એન્ડોક્રાઈનોલોજિસ્ટ ડો. તપન પારેખ અને ડો. બ્રિજ તેલી દ્વારા જાડાપણા (ઘબયતશિું) અને તેના નિવારણ માટે વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવામાં આવશે.
- Advertisement -
નિષ્ણાત તબીબોની સેવાઓ: કેમ્પમાં જનરલ ફિઝિશિયન, પ્લાસ્ટિક સર્જન, ઓર્થોપેડિક, આયુર્વેદિક, ન્યુરો સર્જન, હાર્ટ સ્પેશિયાલિસ્ટ, કેન્સર નિષ્ણાત, માનસિક રોગ નિષ્ણાત, સ્ત્રીરોગ નિષ્ણાત, બાળરોગ નિષ્ણાત, હોમિયોપેથીક, દાંતના રોગના નિષ્ણાત, સ્કીન સ્પેશિયાલિસ્ટ, પેટ-આંતરડાના નિષ્ણાત સહિતના વિવિધ ક્ષેત્રના નિષ્ણાત ડોક્ટરો સેવા આપશે.
સહયોગી સંસ્થાઓ અને વ્યવસ્થા: આ કેમ્પનું આયોજન સરગમ ક્લબ, સ્વ. સવિતાબેન છગનભાઈ પટેલ ટ્રસ્ટ અને અશોક ગોંધિયા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે કરવામાં આવ્યું છે. કમાણી ફાઉન્ડેશન, પ્રેમજી વા%B



