ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબીની રવિરાજ ચોકડી નજીક એલસીબી ટીમે દરોડો પાડીને બંધ ભઠ્ઠીના ગ્રાઉન્ડમાંથી ઇંગ્લિશ દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ દરોડામાં કુલ ₹8.80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ત્રણ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, સુરેશ મારવાડી તેના સાગરીતો સાથે મળીને રવિરાજ ચોકડી પાસે આવેલા બંધ ભઠ્ઠીના ખુલ્લા ગ્રાઉન્ડમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી પોલીસને જુદી જુદી બ્રાન્ડની દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા, જેની કુલ કિંમત ₹8,80,800 થાય છે.
આ મામલે પોલીસે આરોપી સુરેશ મારવાડી અને તેની સાથેના અન્ય બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.



