જુલાઈથી સપ્ટેમ્બરના બીજા ક્વાર્ટરમાં દેશમાં કુલ એડવાન્સ ટેક્સ કલેક્શન 1.72 લાખ કરોડ
ONGCએ 2250 કરોડ, ONGCએ 313 કરોડ એડવાન્સ ટેક્સ ભર્યો, ટોપ-20 કંપનીના ટેક્સમાં 47%નો વધારો
ખાસ-ખબર સંવાદદાતા
દેશની ટોચની 20 કંપનીઓએ બીજાં ત્રિમાસિક ગાળામાં 47 ટકા વધારે એડવાન્સ ટેક્સ ચૂકવ્યો છે. સપ્ટેમ્બર-21ના અંતે પૂરાં થતાં ક્વાર્ટરમાં આ 20 કંપનીઓએ કુલ રૂ.27210 કરોડ એડવાન્સ ટેક્સ ચૂકવ્યો છે. જે આગલાં વર્ષના રૂ. 18462 કરતાં 47 ટકા વધારે છે.
તાતા સ્ટીલ અગાઉના વર્ષની સરખામણીમાં 3900 ટકા વધુ એટલે કે રૂ. 4000 કરોડનો એડવાન્સ ટેક્સ ચૂકવવા સાથે ટોચના સ્થાને રહી છે. જ્યારે ઓએનજીસી 662 ટકા વધુ એટલેકે રૂ. 2250 કરોડ (રૂ. 295 કરોડ) સાથે બીજા ક્રમે રહી છે જ્યારે પીએનબી 313 કરોડ એડવાન્સ ટેક્સ સાથે ત્રીજા ક્રમે રહી છે.
- Advertisement -
કોરોના કટોકટી પછી વપરાશ તેમજ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટમાં જંગી વૃદ્ધિના આશાવાદના કારણે ભારતીય અર્થતંત્ર તેમજ કોર્પોરેટ સેક્ટરે વી-શેપ રિકવરી નોંધાવી હોવાનું ઉદ્યોગ અગ્રણીઓ જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જુલાઇથી સપ્ટેમ્બર-2021ના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન કુલ એડવાન્સ ટેક્સ કલેક્શન આગલાં વર્ષનાં તેટલાંજ ગાળાની સરખામણીમાં 51 ટકા વધી રૂ. 1.72 લાખ કરોડ થયું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તાતા મોટર્સ જેવી કંપનીઓએ ખોટને કેરી ફોરવર્ડ કરવાના વિકલ્પનો લાભ લઈને સતત, બીજા ક્વાર્ટરમાં એડવાન્સ ટેક્સ ચૂકવ્યો નથી.
RIL, HDFC અને ITCએ એડવાન્સ ટેક્સ ચૂકવ્યો નથી
હેવીવેઇટ્સ કંપનીઓ ગણાતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, તાતા મોટર્સ, એચડીએફસી અને આઇટીસીએ ચાલુ નાણાકીય વર્ષના બન્ને ત્રિમાસિક ગાળા દરમિયાન એડવાન્સ ટેક્સ ચૂકવ્યો નહીં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ કંપનીઓએ ખોટ કેરિફોરવર્ડ કરવાની જોગવાઇનો લાભ લીધો હોવાનું મનાય છે.
ટેલિકોમ અને એવિએશન હજુ પ્રેશરમાં, ટેક્સ ચૂકવવાનું ટાળ્યું
કોરોના ક્રાઇસીસના કારણે ભારે પ્રેશર વચ્ચે રહેલાં એવિએશન અને ટેલિકોમ સેક્ટરની કંપનીઓએ પણ છેલ્લા કેટલાંક ક્વાર્ટરથી કોઇ એડવાન્સ ટેક્સ નહિં ચૂકવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
- Advertisement -



