ખાસ-ખબર સંવાદદાતા
જમ્મુ-કાશ્મીરની સીમા પર ભારતીય સેનાએ એક વખત ફરીથી પાકિસ્તાનના નાપાક ઇરાદાઓ પર પાણી ફેરવી દીધુ છે. મંગળવારે ઉરી સેક્ટરમાં સેનાએ લશ્કરના આતંકી અલી બાબરને ઝડપી પાડ્યો છે, જે ભારતમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ઉપરાંત તેની પાસેથી ઢગલાબંધ હેન્ડ ગ્રેનેડ સહિતનો હથિયારોનો જથ્થો પણ ઝડપી પાડ્યો છે. ઉરી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સતત ઘુસણખોરીના પ્રયત્નો થઇ રહ્યા છે. આ કોશિશને ભારતીય સેના સતત નિષ્ફળ કરી રહી છે અને કેટલાયે આતંકીઓને ઠાર કરી ચુકી છે. ઉરી સેક્ટરમાં છેલ્લા 5 દિવસમાં 4 આતંકીઓ ઠાર કરાયા છે જે સેનાની મોટી જીત છે.



