તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
મૂળી તાલુકાના વેલાળા ગામે રહેતા અનુસૂચિત જાતિ સમાજનું જુના સ્મશાન ખાતે અંતિમ વિધિ કરવા માટે જગ્યા નહીં હોવાથી સ્થાનિકોને કોઈપણ પરિવારના સભ્યો માટે દફનવિધિ કરવી ખૂબ જ મુશ્કેલી પડે છે આ સાથે જ્યારે પણ કોઈ પરિવારમાં સ્વજનોનું અવસાન થાય છે ત્યારે તેઓની અંતિમ વિધિ દરમિયાન આગાઉ દફનવિધિ કરેલ જગ્યાં પર જ કરવાની ફરજ પડે છે જેથી વેલાળા ગામે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મુળી તાલુકા વિકાસ અધિકારીને સ્મશાન માટે જગ્યા ફાળવવા રજૂઆત કરી આવેદન પત્ર પાઠવ્યું હતું.



