ગાંધીનગર સ્થિત CMO-કલેકટર કચેરી સહિત મહત્વની કચેરીઓ બૉમ્બથી ફૂંકી મારવાની ધમકીભર્યો ઇ-મેઇલ મળતાં ખળભળાટ: તપાસનો ધમધમાટ
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય, કલેક્ટર કચેરી અને અન્ય મહત્ત્વની સરકારી કચેરીઓને બોમ્બ વિસ્ફોટથી ઉડાવી દેવાની ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય, કલેક્ટર કચેરી અને અન્ય મહત્ત્વની સરકારી કચેરીઓને બોમ્બ વિસ્ફોટથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇ-મેઇલ મળ્યો છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે. આ ધમકીભર્યો ઇ-મેઇલ ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે તપાસ હેઠળ છે. ઇ-મેઇલમાં દાવો કરવામાં આવ્યો છે કે પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં વિસ્ફોટ થયાની 97 મિનિટ પછી ગુજરાતનું મુખ્યમંત્રી કાર્યાલય ધડાકાથી ધણધણી ઉઠશે.
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ ધમકીભર્યો ઇ-મેઇલ ભય અને ભ્રમ ફેલાવવાના ઉદ્દેશ્ર્યથી મોકલવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તારણ છે. ઇ-મેઇલમાં તમિલનાડુના રાજકારણ અને સમાચાર માધ્યમોને નબળા પાડવા માટે કેટલીક એજન્સીઓ અને વચેટિયાઓને નોકરીએ રાખવાની સલાહ આપવામાં આવી હોવાનો ઉલ્લેખ છે. જોકે, આ સલાહનું પાલન ન થતાં બદલો લેવાના ઇરાદે આ ધમકી આપવામાં આવી હોવાની અસ્પષ્ટ અને ભ્રામક વાતો ઇ-મેઇલમાં લખાઈ છે. આ ઉપરાંત, ઇ-મેઇલમાં અનાથાશ્રમોમાં બાળકીઓના યૌન શોષણ અને તમિલનાડુના રાજકારણીઓ તેમજ પત્રકારોની ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઇ-મેઇલની તપાસ માટે ગાંધીનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આવા પ્રકારના ધમકીભર્યા ઇ-મેઇલ્સ અગાઉ પણ વિવિધ આઇડીથી મળ્યા હતા, જેમાં દેશી બનાવટના વિસ્ફોટકો વડે મુખ્યમંત્રી કાર્યાલયમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ બંને ઇ-મેઇલ્સમાં સામ્યતા જોવા મળી છે, જેમાં તમિલનાડુના રાજકારણને ટાંકીને ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને નિશાન બનાવવાની વાત કરવામાં આવી છે.
ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે પોલીસે વિગતવાર તપાસ હાથ ધરી હતી, જેમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા ટીમોને તૈનાત કરવામાં આવી હતી. જોકે, હજુ સુધી કોઈ વિસ્ફોટકો કે શંકાસ્પદ વસ્તુઓ મળી નથી, જેના કારણે આ ધમકીને ખોટી ધમકી તરીકે ગણવામાં આવી રહી છે.
આ ઇ-મેઇલમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં વિસ્ફોટ થયા બાદ 97 મિનિટ પછી ગુજરાતનું મુખ્યમંત્રી કાર્યાલય નિશાન બનશે. જોકે, તાજેતરના સમાચારો અનુસાર, સુવર્ણ મંદિરને 14 જુલાઈથી અનેક ધમકીભર્યા ઇ-મેઇલ્સ મળ્યા હતા, જેમાં આરડીએક્સ વડે વિસ્ફોટની ધમકી આપવામાં આવી હતી.
- Advertisement -
ગુજરાત સરકારે આ ધમકીને ગંભીરતાથી લઈને સ્વર્ણિમ સંકુલ અને અન્ય મહત્ત્વની કચેરીઓમાં સુરક્ષા વધારી દીધી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, એન્ટી-સેબોટેજ ટીમો અને સ્નિફર ડોગ્સની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. ગાંધીનગર પોલીસે જનતાને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.
ધમકી આપતો ઇ-મેઇલ મળ્યો છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે. આ ધમકીભર્યો ઇ-મેઇલ ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે તપાસ હેઠળ છે. ઇ-મેઇલમાં દાવો કરવામાં આવ્યો છે કે પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં વિસ્ફોટ થયાની 97 મિનિટ પછી ગુજરાતનું મુખ્યમંત્રી કાર્યાલય ધડાકાથી ધણધણી ઉઠશે.
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ ધમકીભર્યો ઇ-મેઇલ ભય અને ભ્રમ ફેલાવવાના ઉદ્દેશ્ર્યથી મોકલવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તારણ છે. ઇ-મેઇલમાં તમિલનાડુના રાજકારણ અને સમાચાર માધ્યમોને નબળા પાડવા માટે કેટલીક એજન્સીઓ અને વચેટિયાઓને નોકરીએ રાખવાની સલાહ આપવામાં આવી હોવાનો ઉલ્લેખ છે. જોકે, આ સલાહનું પાલન ન થતાં બદલો લેવાના ઇરાદે આ ધમકી આપવામાં આવી હોવાની અસ્પષ્ટ અને ભ્રામક વાતો ઇ-મેઇલમાં લખાઈ છે. આ ઉપરાંત, ઇ-મેઇલમાં અનાથાશ્રમોમાં બાળકીઓના યૌન શોષણ અને તમિલનાડુના રાજકારણીઓ તેમજ પત્રકારોની ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણીનો પણ ઉલ્લેખ કરવામાં
આવ્યો છે.



