પંચાયતમાં મહિલા પ્રમુખની ખુરશી પર પતિ બેઠા હોવાનો વિડીયો વાયરલ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
રાજકારણ ક્ષેત્રે મહિલાઓને 30 ટકા આપવામાં આવી છે પરંતુ આ રાજકીય ક્ષેત્રે હોદ્દેદાર મહિલાઓને માત્ર નામના જ રાખવામાં આવે છે જેની પાછળ સમગ્ર વહીવટ અને શાસન તો તેઓના પતિ કરતાં હોવાનું વારંવાર સામે આવે છે તેવામાં લીંબડી તાલુકા પંચાયત ખાતે મહિલા પ્રમુખના પતિ પોતે જ તાલુકા પંચાયતનો વહીવટ સાંભળતા હોવાનું સામે આવ્યું છે જેમાં એક જાગૃત મહિલા દ્વારા લીંબડી તાલુકા પંચાયત ખાતે મહિલા પ્રમુખની ખુરશી પર તેઓના પતિ બેઠા હોવાનો વિડિયો વાયરલ કરવામાં આવ્યો હતો આ સાથે મહિલા દ્વારા પ્રમુખના પતિ તમામ વહીવટ સાંભળતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે જેમાં લીંબડી તાલુકા પંચાયત મહિલા પ્રમુખના પતિ હરપાલસિંહ વજુભા ઝાલા દ્વારા પોતે તાલુકા પંચાયતમાં પ્રમુખ હોવાનો હોદ્દો ધરાવતા હોય તે પ્રકારના વિઝિટિંગ કાર્ડ પણ સામે આવ્યા હતા.



