By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 day ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    5 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    5 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    6 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સુપ્રીમ કોર્ટે સોનમ રઘુવંશીના જામીન રદ્દ કર્યા
    15 seconds ago
    જાતીય હિંસાની પોસ્ટ પર 287% ગુસ્સો, 141% શરમ
    37 minutes ago
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    24 hours ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    24 hours ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 hours ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    3 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    3 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    6 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 90 વર્ષની ઉંમરે દલાઈ લામા ઉત્તરાધિકાર યુદ્ધ જે તિબેટના ભવિષ્યને આકાર આપશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > 90 વર્ષની ઉંમરે દલાઈ લામા ઉત્તરાધિકાર યુદ્ધ જે તિબેટના ભવિષ્યને આકાર આપશે
આંતરરાષ્ટ્રીય

90 વર્ષની ઉંમરે દલાઈ લામા ઉત્તરાધિકાર યુદ્ધ જે તિબેટના ભવિષ્યને આકાર આપશે

Khaskhabar Editor
Last updated: 2025/07/02 at 12:25 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

તિબેટીયન બૌદ્ધ ધર્મના નેતા કહે છે કે તેઓ છેલ્લા દલાઈ લામા નહીં હોય કારણ કે તેઓ પુનર્જન્મ લેવાની યોજના ધરાવે છે.

તિબેટના 14મા દલાઈ લામા 6 જુલાઈના રોજ 90 વર્ષના થઈ રહ્યા છે. વિશ્વના સૌથી જાણીતા બૌદ્ધ સાધુ તેમના જન્મદિવસ નિમિત્તે તેમના અનુગામીની પસંદગીની યોજના જાહેર કરે એમ હોવાથી, સમગ્ર વિશ્વનું ધ્યાન આ તિબેટના આધ્યાત્મિક નેતા પર કેન્દ્રિત છે. તિબેટને ગળી ગયેલું ચીન હવે બૌદ્ધ લામાની પસંદગીની સદીઓ જૂની પુનર્જન્મ પ્રક્રિયાને પણ નિયંત્રિત કરવાની મહેચ્છા રાખતું હોવાથી આ મુદ્દો ફક્ત આધ્યાત્મિક નથી રહ્યો, પરંતુ એક જટિલ ભૂરાજકીય સંઘર્ષ બની જાય એમ છે.

- Advertisement -

દલાઈ લામાની પસંદગી કેવી રીતે કરાય છે? 

  • દલાઈ લામાના અનુગામીની પસંદગીની પ્રક્રિયા આધ્યાત્મિક પરંપરા પ્રમાણે છે. નવા દલાઈ લામાની શોધ માટે તિબેટના બૌદ્ધ સાધુઓ દ્રષ્ટિકોણ, ચિહ્નો અને સપનાંના અર્થઘટનનો આધાર લે છે.
  • સૌપ્રથમ વરિષ્ઠ સાધુઓ મૃત દલાઈ લામાના શરીરમાં સંકેત શોધવાનો પ્રયાસ કરે છે. ઉદાહરણ તરીકે 13મા દલાઈ લામાના મૃત્યુ પછી તેમને સૂવડાવ્યા હતા, ત્યારે તેમનું માથું શરૂઆતમાં દક્ષિણ તરફ હતું, પરંતુ પછી માથું પૂર્વ દિશા તરફ ફેરવાઈ ગયું હતું. એ ઘટનાને એક સંકેત તરીકે લઈને તેનું અર્થઘટન એવું કરાયું કે દલાઈ લામાનો પુનર્જન્મ પૂર્વ દિશામાં થશે.
  •  ત્યાર પછી વરિષ્ઠ સાધુઓ તિબેટમાં આવેલા પવિત્ર ગણાતા ‘લામોઈ લાત્સો’ તળાવના દર્શન કરવા જાય છે. એવું મનાય છે કે, આ તળાવ દલાઈ લામાના પુનર્જન્મના સ્થાન વિશે સંકેત આપે છે.
  •  દલાઈ લામાના સંભવિત પુનર્જન્મ લાગતા બાળકે શ્રેણીબદ્ધ પરીક્ષણોમાંથી પસાર થવું પડે છે. જેમાં તેને અગાઉના દલાઈ લામા દ્વારા વપરાયેલી ચીજ-વસ્તુઓને ઓળખવાનું કહેવાય છે. જો બાળક એમ કરવામાં સફળ થાય તો તેને નવા દલાઈ લામા તરીકે સ્વીકારી લેવાય છે. વર્તમાન દલાઈ લામા ફક્ત બે વર્ષની વયે આ રીતના પરીક્ષણોમાં પાસ થઈને વરણી પામ્યા હતા.
  • આ પ્રક્રિયામાં વર્ષો લાગી શકે છે. યોગ્ય બાળક ન મળતા ઘણીવાર નેતૃત્વ શૂન્યાવકાશ પણ સર્જાય છે.

વર્તમાન દલાઈ લામાએ આજીવન સંઘર્ષ કર્યો 

વર્ષ 1950માં ચીને તિબેટ હડપી લીધું હતું, પરંતુ તિબેટની પ્રજા આજે પણ પોતાને ચીનનો હિસ્સો માનવા તૈયાર નથી. તિબેટિયનોના આધ્યાત્મિક ગુરુ એવા 14મા દલાઈ લામાએ 1959માં ચીનના સામ્યવાદી શાસન સામે બળવો કરવાનો  પ્રયાસ કર્યો હતો. તેમાં નિષ્ફળ જતાં તેઓ ભાગીને ભારત આવી ગયા હતા. ચીનની સ્પષ્ટ નારાજગી છતાં ભારતે તેમને શરણ આપી હતી. ત્યારથી દલાઈ લામા હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં રહે છે. તેઓ આજીવન તિબેટિયન સ્વાયત્તતાની હિમાયત કરતા રહ્યા છે. અહિંસા, કરુણા અને ધાર્મિક સહિષ્ણુતાના વૈશ્વિક પ્રતિક બની ગયેલા દલાઈ લામાને 1989માં  નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. તેમણે વૈશ્વિક સ્તરે પર્યાવરણ સુરક્ષા અને માનવ અધિકાર જેવા ક્ષેત્રે પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

- Advertisement -

આગામી દલાઈ લામા બાબતે વર્તમાન દલાઈ લામાના વિચારો શું છે? 

  •  વૉઈસ ફોર ધ વૉઈસલેસ’માં 14મા દલાઈ લામાએ લખ્યું છે કે, આગામી દલાઈ લામા ‘મુક્ત વિશ્વ’ એટલે ચીનની સામ્યવાદી સરહદોની બહારના વિશ્વમાં જન્મ લેશે. તેમનું કહેવું છે કે મુક્ત વિશ્વમાં જન્મેલા દલાઈ લામા જ દયા અને સેવાની તિબેટિયન પરંપરા નિષ્પક્ષ રીતે આગળ ધપાવી શકશે.
  • પરંપરાગત રીતે તો વર્તમાન દલાઈ લામાના દેહાંત પછી નવા દલાઈ લામાની શોધ શરૂ થાય છે, પણ ચીનની દખલ રોકવા માટે વર્તમાન દલાઈ લામા તેમના મૃત્યુ પહેલા જ તેમના ઉત્તરાધિકારીની શોધ કરીને એની જાહેરાત કરી દેવાની શક્યતા વ્યક્ત કરી ચૂક્યા છે.
  • વર્તમાન દલાઈ લામા એવું પણ કહી ચૂક્યા છે કે, ‘નવા દલાઈ લામા એક મહિલા હોય એવું પણ બની શકે.’

તેઓ એમ પણ કહી ચૂક્યા છે કે, જો તિબેટના લોકો ‘દલાઈ લામા પરંપરા’નો અંત લાવવાનું નક્કી કરે તો પણ કોઈ વાંધો નથી.

ચીન શા માટે દલાઈ લામાની પસંદગીમાં હસ્તક્ષેપ કરે છે?

ચીન વર્તમાન દલાઈ લામાને અલગતાવાદી તરીકે જુએ છે. ચીનને લાગે છે કે પરંપરાગત રીતે પસંદ કરાયેલા દલાઈ લામા પણ વર્તમાન દલાઈ લામાની જેમ તિબેટની સ્વાયત્તતા માટે લડત આપતાં રહેશે. તેથી આગામી દલાઈ લામાની પસંદગી ચીન પોતાની રીતે કરવા માંગે છે. એમ થાય તો નવા દલાઈ લામા ચીનના કહ્યાગરા બની રહે અને ચીન તિબેટને કાબૂમાં રાખી શકે. ચીન દલાઈ લામાની પસંદગીને પોતાના સાર્વભૌમત્વ સાથે જોડી રહ્યું છે.

ચીને અન્ય બૌદ્ધ સાધુને પંચેન લામા તરીકે પસંદ કરી લીધા છે 

તિબેટિયન બૌદ્ધ ધર્મમાં બીજા ક્રમના સર્વોચ્ચ આધ્યાત્મિક નેતાને પંચેન લામા કહેવાય છે, જે આગામી દલાઈ લામાને ઓળખવામાં ભાગ ભજવનારી મહત્ત્વપૂર્ણ વ્યક્તિ પૈકીના એક છે. ચીને પહેલાથી જ પોતાની અનુકૂળતા મુજબના પંચેન લામાની પસંદગી કરી લીધી છે, જેથી નવા દલાઈ લામાની પસંદગી કરતી વખતે ચીન મનમાની કરી શકે.

તિબેટના મઠો પર ચીને લાદેલા નિયમો 

ચીન દાયકાઓથી તિબેટિયન બૌદ્ધ પરંપરા પર નિયંત્રણ વધારતું આવ્યું છે. અમુક ઉદાહરણો જોઈએ.

  1. 1990ના દાયકાથી ચીને બૌદ્ધ મઠોમાં ‘દેશભક્તિ શિક્ષણ’ ફરજિયાત કર્યું છે. શિષ્યોને આધ્યાત્મિક જ્ઞાન સાથે ચીનની રાષ્ટ્રભક્તિ પણ ફરજિયાત શીખવાય છે.
  2. ચીને મઠોમાં દલાઈ લામાની તસવીરોને પ્રતિબંધિત કરી છે. તેમની છબિ રાખવી કાયદાકીય ગુનો ગણાય છે.
  3.  આ મઠોમાં સાધુઓ, શિષ્યો અને બૌદ્ધ ભક્તો પર ચાંપતી નજર રાખવા માટે ચીને ઠેર ઠેર સીસીટીવી કેમેરા તથા સુરક્ષા દળો તહેનાત કર્યા છે.

ચીનની મહત્ત્વાકાંક્ષા ભૂરાજકીય સંઘર્ષ સર્જશે?

દલાઈ લામાની પસંદગીમાં ચીનની ચંચુપાત દુનિયાના અન્ય દેશોને ગમતી નથી. જ્યાં બૌદ્ધધર્મીઓની વસ્તી મોટી માત્રામાં છે એવા ભારત અને જાપાન જેવા દેશો તો ચીનના હસ્તક્ષેપ વિરુદ્ધ છે જ, પણ અમેરિકા જેવા અમેરિકાએ પણ આ મુદ્દે અણગમો દર્શાવ્યો છે. ચીનના પ્રયાસો તિબેટિયન સાંસ્કૃતિક પરંપરા અને ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન હોવાનું માનતું અમેરિકા તો એવી ચીમકી પણ ઉચ્ચારી ચૂક્યું છે કે, દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગીની પ્રક્રિયામાં ચીન સરકાર કોઈ પણ દખલગીરી કરશે, તો તેણે અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. એટલે લાગી રહ્યું છે કે આ મડાગાંઠ ચીન-તિબેટ પૂરતી ન રહેતા આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર સંઘર્ષનું કારણ બની જશે.

You Might Also Like

ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય

હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો

અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર

અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક

બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત

TAGGED: Dalai Lama, Tibet
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રધાનમંત્રી મોદી 5 દેશોના પ્રવાસનો પ્રારંભ: જાણો સંપૂર્ણ શેડ્યૂલ
Next Article યુરોપમાં ગરમીનું મોજું ફરી વળતાં બાર્સેલોનામાં 100 વર્ષથી વધુ સમયનો સૌથી ગરમ જૂન મહિનો નોંધાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે સોનમ રઘુવંશીના જામીન રદ્દ કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 16 seconds ago
વલસાડના ઉમરગામમાં આભ ફાટ્યું : 24 કલાકમાં 36 ઇંચ
બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા
જાતીય હિંસાની પોસ્ટ પર 287% ગુસ્સો, 141% શરમ
જંક્શન પ્લોટમાંથી 9.61 લાખના એમડી, ચરસ, હાઈબ્રીડ અને સાદા ગાંજા સાથે હિસ્ટ્રીશીટરની ધરપકડ
રાજકોટના મહિલા તબીબને મની લોન્ડ્રીંગની ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કરી 12.90 લાખ પડાવી લીધા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
આંતરરાષ્ટ્રીય

અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?