સ્પેનની રાષ્ટ્રીય હવામાન સેવાએ મંગળવારે જણાવ્યું હતું કે બાર્સેલોનામાં જૂન મહિનો સૌથી ગરમ મહિનો નોંધાયો હતો, કારણ કે આ ઉનાળામાં યુરોપ પ્રથમ મોટી ગરમીની લહેરની ઝપેટમાં રહ્યું છે.
બાર્સેલોનાની નજરે જોતી ટેકરી પર સ્થિત ફેબ્રા ઓબ્ઝર્વેટરીએ સરેરાશ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ (78 ડિગ્રી ફેરનહીટ) નોંધાવ્યું હતું, જે 1914 પછીના રેકોર્ડ તોડી નાખે છે. જૂન માટે અગાઉનું સૌથી ગરમ સરેરાશ 2003 માં 25.6 સેલ્સિયસ હતું.
- Advertisement -
આ જ હવામાન મથકે જણાવ્યું હતું કે સોમવાર, ૩૦ જૂનના રોજ જૂન મહિનાનું એક દિવસનું ઉચ્ચતમ તાપમાન 37.9 સે. (100 ફેરનહીટ) નોંધાયું હતું.
ફ્રાન્સના પાટનગર પેરિસમાં ગરમીનો પારો 40 ડિગ્રીનો આંક વટાવી જતાં 1300 સ્કૂલ્સને બંધ કરવાની જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરાઇ છે તો હવામાનખાતાએ ગરમીનું મોજું ફરી વળતાં પેરિસમાં ઘણાં વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યો છે અને જે સહેલાણીઓએ એફિલ ટાવરની ટિકિટ બુક ન કરાવી હોય તેમને ઘરે જ રહેવાની સલાહ આપવામાં આવી છે. એફિલ ટાવરના સૌથી ઉંચા હિસ્સાને ગુરૂવાર સુધી બંધ રાખવાની જાહેરાત કરાઇ છે. ફ્રાન્સ ઉપરાંત બેલ્જિયમ અને નેધરલેન્ડઝમાં પણ તાપમાન ઉંચું રહ્યું છે પણ પોર્ટુગલમાં તાપમાન ઘટી રહ્યું છે. દેશમાં ગરમીને કારણે જે હાલત સર્જાઇ છે તેને હળવી કરવા ફ્રાન્સની સરકાર દ્વારા વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે.
બીજી તરફ બાર્સેલોનામાં જુન મહિનો સો વર્ષના ઇતિહાસમાં સૌથી ગરમ જણાયો છે. સ્પેનના હવામાન ખાતાએ જણાવ્યું હતું કે આ સમરનું પહેલું ગરમીનું મોજું યુરોપમાં ભરડો લઇ રહ્યું છે. ૨૦૧૪થી બાર્સેલોનામાં સરેરાશ 26 ડિગ્રી તાપમાન નોંધાતું હતું ત્યાં ૩૦ જુને ૩૭.૯ ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયું હતું. આ સાથે 2003નો સૌથી વધુ સરેરાશ તાપમાન 25.6 ડિગ્રીનો રેકોર્ડ તુટી ગયો છે.
- Advertisement -
સ્પેનમાં 46 ડિગ્રી તાપમાન નોધાવા સાથે 1950થી સૌથી વધારે તાપમાનનો રેકોર્ડ તુટી ગયો હતો. ૨૯ જુને સૌથી વધારે સરેરાશ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે દક્ષિણમાં હુલવા પ્રાંતમાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મેટિયો ફ્રાન્સ નામની ફ્રાન્સની હવામાન એજન્સીએ જંગલોમાં દવ ફાટી નીકળવાની પણ ચેતવણી આપી છે. જુનમાં વરસાદ ન પડયો હોઇ જમીન સુકાઇ ગઇ છે અને તાપમાન વધવા સાથે દવ લાગવાનું પણ જોખમ વધ્યું છે.
મેટિયોફ્રાન્સના જણાવ્યા અનુસાર 2100ની સાલમાં ગરમીના દિવસોની સંખ્યામાં દસ ગણો વધારો થશે અને સરેરાશ તાપમાન પણ વધીને 50 ડિગ્રીએ પહોંચી જશે.
દરમ્યાન દક્ષિણ યુરોપમાં ઇટાલીમાં 27માંથી 17 શહેરોમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. મંગળવારે બોલોના નજીક એક કન્સ્ટ્રકશન કંપનીના માલિક અલ હાજમ બ્રાહિમનું સ્કૂલ પાર્કિંગ લોટમાં ફસડાઇ પડી મોત થયું હતું. આ મોત ગરમીને કારણે થયું હોવાનું મનાય છે. આ ઘટનાને પગલે બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા મજૂરોને ગરમી સામે બહેતર સુવિધાઓ આપવાની માંગણી લેબર યુનિયન દ્વારા કરાઇ હતી. નેધરલેન્ડમાં ગરમીનું મોજું ફરી વળતાં જાહેર કાર્યક્રમોનેમુલતવી રખાયા છે. બુધવારે ગરમ હવામાન પુરુ થવા સાથે પૂર્વ નેધરલેન્ડઝમાં વાવાઝોડાં સાથે વરસાદ તુટી પડવાની પણ આગાહી કરાઇ છે. પોર્ટુગલમાં લિસ્બન ખાતે ગરમી વધીને 33 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. કેટલાક આંતરિક વિસ્તારોમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો હોવાનું જણાયું હતું. જુનના હવામાનના બે રેકોર્ડ 29 જુને બે સ્થળે તુટયા હતા. 29 જુને મોરામાં સૌથી વધારે 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યાં સૌથી વધુ તાપમાનનો 2017નો રેકોર્ડ 44.9 ડિગ્રીનો હતો.