શુક્રવારે પુરીમાં વાર્ષિક રથયાત્રા દરમિયાન ભગવાન બલભદ્રના રથને ખેંચવા માટે ભીડ ઉમટી પડતાં 600થી વધુ શ્રદ્ધાળુઓને ઇજાઓ પહોંચી હતી
નાસભાગ જેવી સ્થિતિ કેવી રીતે સર્જાઈ ?
- Advertisement -
દર વર્ષે યોજાતા રથોત્સવમાં, દેશ અને દુનિયાભરમાંથી ભગવાન જગન્નાથના લાખો શ્રદ્ધાળુઓ તીર્થનગરી પુરી પહોંચે છે. આ સમય દરમિયાન, ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથને 12મી સદીના પુરી જગન્નાથ મંદિરથી લગભગ 2.5 કિમી દૂર ગુંડિચા મંદિર સુધી હાથ વડે ખેંચવામાં આવે છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા એક અઠવાડિયા સુધી ગુંડિચા મંદિરમાં રહે છે અને પછી સમાન શોભાયાત્રામાં જગન્નાથ મંદિરના ગર્ભગૃહમાં પાછા ફરે છે.
ઓડિશાના મંત્રી મુકેશ મહાલિંગે પરિસ્થિતિનો જવાબ આપતા કહ્યું કે, ઉત્સવ દરમિયાન ભેજનું પ્રમાણ વધુ હોવાથી ઘણા શ્રદ્ધાળુઓ બેભાન થઈ ગયા હશે.
- Advertisement -
આ વર્ષે પુરીમાં રથયાત્રામાં એક તરફ ભારે ગરમી હતી અને બીજી તરફ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હતા. આ બંને કારણોસર ઘણાં શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા અને કેટલાક બેભાન પણ થઈ ગયા હતા. આ ઉપરાંત, ભગવાન બલભદ્રના તાલધ્વજ રથને એક વળાંક પર ખેંચવામાં ઘણી મુશ્કેલી પડી હતી, જેના કારણે શોભાયાત્રા ધીમી પડી ગઈ હતી. આ રથ થંભી જવાથી મોટી સંખ્યામાં ભક્તો સ્થળ પર એકઠા થઈ ગયા હતા.
10,000 સુરક્ષા કર્મચારીઓને શહેરમાં તહેનાત હતા
વિશાળ ભીડને નિયંત્રિત કરવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ની આઠ કંપનીઓ સહિત લગભગ 10,000 સુરક્ષા કર્મચારીઓને શહેરમાં તહેનાત હતા. ઓડિશાના DGP વાય.બી. ખુરાનિયાએ જણાવ્યું હતું કે, ‘અમે રથયાત્રાના સુચારુ સંચાલન માટે દરેક શક્ય વ્યવસ્થા કરી છે. રથયાત્રા પર 275 થી વધુ AI-સક્ષમ CCTV કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે.’




