સ્થાનિક સરપંચે ધારાસભ્ય અને પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
રાજ્યમાં ગત શનિવારે થયેલા સાર્વત્રિક વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા વધુ પડતા વરસાદને લીધે અનેક નદી, નાળા અને તળાવમાં પાણી આવ્યા હતા કેટલાક વિસ્તારોમાં નદીમાં વધુ પડતું પાણી આવવાના લીધે રસ્તા પણ ભાંગી પડતા હતા તેવામાં મૂળી તાલુકાના ચોરવીરા ગામે તળાવ એક માત્ર પાણી સંગ્રહ માટેના તળાવના ગત 17 જૂનના રોજ પડેલા વરસાદના લીધે ઉપરવાસમાંથી પાણી તળાવમાં આવતા ક્ષમતા કરતા વધુ પાણીની આવક થઈ હતી અને જર્જરિત તળાવની પાળ ભાંગી પડી હરિ જેથી વાદળી પાણીને વર્ષો વર્ષ સુધી સંગ્રહ કરવા માટેનો એક માત્ર સ્ત્રોત પણ રહ્યો નથી જેના લીધે હાલ સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકોને પાણી માટે મુશ્કેલી પડી રહી છે આ તરફ ચોરવીરા ગામના સ્થાનિક સરપંચ દ્વારા તળાવની પાળ ફરીથી બાંધવા માટે ધારાસભ્ય અને પાણી પુરવઠા મંત્રીને લેખિત રજૂઆત કરી તળાવનું સમારકામ કરવા માંગ કરી છે.



