ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લા ખાતે ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય નવી દિલ્હી હેઠળની ભારત સરકારની રાષ્ટ્રીયવયોશ્રી યોજના અંતર્ગત સિનિયર સીટીઝનો માટે એસેસમેન્ટ કેમ્પ યોજાશે. આ કેમ્પ બે દિવસ યોજાશે જેમાં 19 જૂનને ગુરુવારે જૂની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં સવારે 9થી સાંજના 5 કલાક દરમિયાન યોજાયો હતો તેમજ 20 જૂનને શુક્રવારે સિવિલ હોસ્પિટલ ખાતે સવારે 9થી સાંજના 5 કલાક સુધી કેમ્પ યોજાશે. આ કેમ્પમાં સિનિયર સિટીજનોને વિનામુલ્યે વોકિંગ સ્ટીક, કાંખઘોડી, ટ્રાઇપોડ, વોકર, હિયરીંગ એઇડ મશીન, ફોલ્ડીંગ વ્હિલચેર, આર્ટીફિશિયલ દાંત (ચોખઠા), સ્પાઇનલ સપોર્ટ, રોલેટર વિગેરે પ્રકારના સાધનો એલીમ્કો કંપની દ્વારા આપવામાં આવશે. ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજનાના લાભથી રાજકોટ શહેર તથા તાલુકાના સિનિયર સીટીઝનો વંચિત ન રહે માટે ખાસ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કેમ્પમાં સિનિયર સીટીઝન વ્યક્તિઓને ઙખઉંઅઢ કાર્ડ કાઢી આપવામાં આવશે. આ માટે આધાર પુરાવા તરીકે આધારકાર્ડ, આવકનો દાખલો અને જો રેશનકાર્ડ હોય તો સાથે લાવવાનું રહેશે.