કામ ન કરતાં બાળકોને માર મારતો હતો : પોકસોની કલમનો ઉમેરો કરાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના મોરબી રોડ પર ગોપાલ રેસિડેન્સીમાં મકાનમાં બાળકોને ગોંધી રાખી તેની પાસે શખ્સ મજૂરીકામ કરાવતો હોવાની માહિતીને આધારે ક્રાઇમ એસીપી સહિતની ટીમોએ ગુરૂવારે મોડીરાત્રીના દરોડો પાડયો હતો. મકાનમાંથી શખ્સ અને 19 બાળ મજૂરો મળી આવતા શખ્સ બાળકોને મારકૂટ કરી કેટલાક બાળકો સાથે શારીરિક શોષણ પણ કરતો હોવાની શંકાએ તમામ બાળકોનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આરોપી પશ્ચિમ બંગાળનો અજીત મૌલા અજમત મૌલાની ધરપકડ કરી તેના વિરુધ્ધ પોકસોની કલમનો ઉમેરો કરાયો છે ગોંધી રાખેલા એક બાળકને નરાધમે પુંઠમાં વસ્તુ ઘુસાડી દીધી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસની વધુ તપાસમાં છેલ્લા એકાદ માસથી અજીત મૌલા બાળકોને બંગાળથી કામ શિખવાડવાના બહાને રાજકોટ લઇ આવી ગોંધી રાખ્યા હતા અને વેતન પણ પૂરું આપતો ન હોય કામ બાબતે મારકૂટ કરી સીતમ ગુજારતો હોવાનું તેમજ એક 16 વર્ષના તરૂણને પુંઠમાં લોહી નીકળતા હોય જેની પૂછતાછ કરતા પખવાડિયા પૂર્વે કામ બાબતે શેઠ અજીત મૌલાએ પુંઠમાં વસ્તુ ઘુસાડી દીધાનું બહાર આવતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે બનાવને પગલે પીઆઇ જનકાંત સહિતે આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછતાછ કરી હતી રાજકોટ મજૂરીકામ કરતો બાળક નાસી જઇ બંગાળ પહોંચ્યો હતો અને પોતાની સાથે બળજબરી થઇ હોવાની માહિતી બંગાળ પોલીસને આપતા બંગાળ પોલીસ રાજકોટ આવી માહિતી આપતા પોલીસે દરોડો પાડયો હોવાનું બહાર આવ્યું હતું. જે બનાવમાં રાજકોટ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી બાળકો સમય મર્યાદામાં સોંપેલું કામ પૂરું ન કરે ટુ લોખંડની રાડથી મારકૂટ કરતો હતો આરોપી વિરૂધ્ધ ગુનો નોંધાયેલ હોય બંગાળ પોલીસે આરોપીનો કબજો મેળવવા કાર્યવાહી કરી છે.