ફરિયાદી મગન ધોળકિયાએ તમામ શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નરને રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જૂના માર્કેટીંગ યાર્ડની બાજુમાં પૂનમ રોડવેજ નામની ટ્રાન્સપોર્ટનો ધંધો કરતાં મગનભાઈ ધોળકિયાએ લુખ્ખાગીરી કરી ધમકી આપતા યોગીરાજ સિંહ સહિત અન્ય અજાણ્યા શખ્સો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા રાજકોટ પોલીસ કમિશ્નરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે. તેમના રજૂઆતમાં જણાવ્યું હતું કે, જુના માર્કેટીંગ યાર્ડની બાજુમાં આર.આર. પેટ્રોલ પંપની પાછળ ટ્રાન્સપોર્ટનગરમાં દુકાન નં. 171, 172માં પૂનમ રોડવેઝ નામથી છેલ્લા 8 વર્ષથી ટ્રાન્સપોર્ટનો ધંધો મગનભાઈ ધોળકિયા કરે છે. ત્યારે તા. 06-06-2025ના રોજ રાત્રીના આશરે પોણા નવ વાગ્યાના અરસામાં અમારી ફરિયાદીના ટ્રાન્સપોર્ટ ઓફીસ પાછળ સોનલ કૃપા એન્ટરપ્રાઈઝ નામે ટ્રાન્સપોર્ટ ચલાવતા યોગીરાજસિંહ શકિતસિંહ પરમારએ અમને ફોન કરી અમારા ટ્રાન્સપોર્ટનો કોરો લેટરપેડની માંગણી કરતા અમે કોર લેટરપેડ આપવાનો ઈન્કાર કરતા યોગીરાજસિંહ પરમારએ ઝગડો કરી બેફામ ગાળો આપી ધમકી આપી હમણા તારી ઓફિસે આવીએ છીએ તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.
- Advertisement -
ત્યારબાદ આ યોગીરાજસિંહ પરમાર, માધવ પરમાર, ઋષિરાજ જાડેજા તથા અન્ય 6 થી 7 અજાણ્યા સખ્સો કાર તથા અન્ય વાહનોમાં ધોકા, પાઈપ તથા છરી જેવા હથિયારો સાથે ઘસી આવ્યા હતા અને અમને રાડો અને ભુંડા બોલી ગાળો આપી બહાર બોલાવેલા હતા આથી ઓફિસનીબહારનીકળતા યોગીરાજસિંહ સહિતના શખ્સોએ હથયારોથી હુમલો કરતા મદદ માટે ફરીયાદીએ દેકારો કરતા અમારા બન્ને પુત્રો સુનીલ તથા નયન તેમજ આસપાસના અન્ય લોકો દોડી આવ્યા હતા.
આમ છતાં આ યોગીરાજ પરમાર તથા તેના સાગરીતોએ ઝનુન પુર્વક અમો અરજદાર તથા અમોના બન્ને પુત્રો ઉપર ખુની હુમલો કરી અમો અરજદારની ઓફીસમાં આ યોગીરાજ પરમાર સહીતની ટોળકીએ હથીયારોથી તોડફોડ કરી અંદાજીત રૂપિયા સાત લાખથી વધુનું નુકશાન તેમજ ટેબલના ખાનામાં રાખેલ રૂપિયા 25,000/- થી વધુની રકમ તથા ઝપાઝપી કરી સોનાના ચેનની લુંટ ચલાવી વાહનોમાં નાસી છુટ્યા હતા અને અમો પિતા પુત્રોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે આજીડેમ પોલીસ ધ્વારા અમોની ફરિયાદ પરથી યોગીરાજ પરમાર, માધવ પરમાર, ઋતુરાજ જાડેજા તથા એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુન્હો નોંધવામાં આવેલો હતો. અરજદાર ધ્વારા હોસ્પિટલ ખાતે આવેલ પોલીસ કર્મચારીને ઉપરોકત સઘળી હકીકત જણાવેલી હોવા છતાં આ હુમલાખોરો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા હોય અને પુર્વઆયોજિત કાવતરૂ રચી આ ખુની હુમલો કરી તોડફોડ કરવામાં આવી હોય તેમજ ખુની હુમલાની કલમો તેમજ તોડફોડ કરી તેમજ નુકશાન પહોંચાડ્યુ હોય અને પુર્વઆયોજિત કાવતરૂ રચી લુંટ પણ ચલાવી હોય પોલીસ ધ્વારા આ હુમલાખોરોને છાવરી હળવી કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવેલો છે.
ત્યારે આ ઘટનામાં હુમલાખોરો સામે પુર્વ આયોજિત કાવતરૂ રચી લુંટ ચલાવેલી હોય તેમજ અમો તથા અમારા પુત્રોને જાનથી મારી નાખવાની કોશિશ કરેલ હોય તે ગંભીર ગુન્હાની કલમોનો ઉમેરો કરવો અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરાઈ છે.