સ્ટ્રોંગરૂમની સુરક્ષા વ્યવસ્થા, વરસાદના પગલે ઈવીએમ વીવીપેટને નુકસાન ન થાય તે અંગે સૂચના અપાઈ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાએ વિસાવદરના માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતેના સ્ટ્રોંગ રૂમ અને રીસીવીંગ ડીસ્પેચીંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. આગામી તા.19 જુનના રોજ વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી યોજાનાર છે. ત્યારે આજે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાએ ખાસ સ્ટ્રોંગ રૂમની સુરક્ષા વ્યવસ્થા, તેમજ વરસાદના પગલે ઈવીએમ, વીવીપેટ, મટીરીયલને નુકસાન ન થાય તે અંગે જરૂરી તકેદારી રાખવા સૂચનાઓ આપી હતી. આ મુલાકાત દરમિયાન જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, વિસાવદર વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અને પ્રાંત અધિકારી વિસાવદર સી.પી. હિરવાણિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



