રાજ્યના લિસ્ટેટ બુટલેગર સામે પોલીસની વધુ એક કાર્યવાહી
પોલીસે જપ્ત કરેલી કારનું RTOએ રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કર્યું
- Advertisement -
બે વર્ષના વ્યવહાવરોના 2 ચોપડા પણ કબ્જે કર્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
રાજ્યના ટોપ 25 લિસ્ટેડ બુટલેગરોમાં 19 નંબરનો લિસ્ટેડ બુટલેગર જૂનાગઢનો ધીરેન ઉર્ફે ડીકે ઉર્ફ ડીકે શેઠ અમૃતલાલ કારીયા દારૂના ધંધાના હિસાબના રૂપિયા 50.20 લાખ હિંમતનગરથી જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ધીરેન સહિત 8 શખ્સની સંગઠિત ટોળકી વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. જેમાં 6 શખ્સની અટક કરવામાં આવી હતી. પરંતુ ફરાર ગેંગ લીડર ધીરેન કારીયાની તપાસમાં જાણવા મળેલ કે, હિંમતનગરની આર. કે, આંગડિયા પેઢીના સંચાલક દ્વારા વિરમના નાણાકીય વ્યવહારોની નોંધ કેશબુક એપ્લિકેશનમાં રાખવામાં આવતી હતી.
જેમાં રૂપિયા 92.10 લાખનું ટ્રાન્ઝેક્શન થયાનું તેનો પુત્ર પરમ કારીયાએ કર્યું હોવાનું ખુલતા પરમ સામે ગેંગને મદદગારી કરવાનો દરમિયાન તપાસનીશ નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલ્યાની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે. જે. પટેલે ધીરેન સામે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે વધુ પુરાવા એકત્રિત કરવા તપાસ હાથ ધરી હતી. ધીરેનના દારૂના ધંધાના હિસાબો લખનાર વ્યક્તિ અમદાવાદના નરોડા ખાતે રહેતો હોવાની માહિતી મળતા એક ટીમ અમદાવાદ રવાના કરી અમદાવાદમાં એ 24, મારુતિ પર્લ બંગલોઝ, પ્રથમેસ રેસીડેન્સી સામે, નવા નરોડામાં રહેતો કલ્પેશ શિરીષચંદ્ર શાહને ઉઠાવી લીધો હતો.
પૂછપરછમાં દારૂના ધંધાની નાણાકીય લેવડ દૈવડ હિંમતનગરમાં ટાવર રોડ આવેલી પટેલ રમેશકુમાર કાંતિલાલ નામની આંગડિયા પેઢીમાંથી થતા હોવાનું જણાવ્યું હતું. જેના પગલે ડીવાયએસપી હિતેશ ધાંધલ્યા, ક્રાઈમ બ્રાન્ચની ટીમે આંગડિયા પેઢીમાં તપાસ કરતા ગઈ તારીખ 6 મેથી આજ દિન સુધી આવક જાવકના હિસાબ પેટે રૂપિયા 50,20,580 જમા હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આથી આંગડિયા પેઢીના સંચાલક ગામના ગીતમ જગદીશભાઈ પટેલ પાસેથી રૂપિયા 50.20 લાખ કબજે લઈ આગળની કાર્યવાહી કરી હતી. જયારે ટ્રાફીક પોલીસે બુટલેગર ધીરેન કારીયાના પુત્રની કારનું રજીસ્ટ્રેશન આરટીઓ કચેરીએ સસ્પેન્ડ કર્યુ હતુ.
- Advertisement -
ઈન્કમટેક્સ, ઈડીને તપાસ કરવા રિપોર્ટ કરાશે
ધીરેન કારીયાના દારૂના ધંધાના મળી આવેલ બેનામી વ્યવહારો મુદ્દે ઈન્કમટેક્સ તેમજ ઈન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટને 1 જાણ કરવામાં આવી છે અને બુટલેગરના ગેરકાયદેસરના 1 આર્થિક વ્યવહારો મામલે તપાસ માટે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અને ઈડીને રિપોર્ટ કરવામાં આવશે. ધીરેન કારીયાને દબોચી 1 લેવા માટે જુદી જુદી પોલીસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદથી બે વર્ષના વ્યવહારોના 2 ચોપડા મળ્યા
ધીરેન કારીયાના દારૂના ધંધાનો હિસાબ રાખનાર કલ્પેશ શાહની અમદાવાદમાં નિકોલ નરોડા રોડ પર રોઝ વિલ સ્કાય કોમ્પ્લેક્સના પાંચમાં માળ ખાતેની રેડરમ બેવરેજ પ્રા.લી. નામની ઓફિસમાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. સર્ચ દરમ્યાન ધીરેનના દારૂના ધંધાના કરોડો રૂપિયાના છેલ્લા બે વર્ષના બેનામી વ્યવહારોના 2 ચોપડા, દારૂનું ભાવ પત્રક, 3 મોબાઈલ ફોન કલ્પેશની ઓફિસમાંથી મળી આવતા ક્રાઈમ બ્રાન્ચે કબજે લીધા હતા.



