કોન્ટ્રાક્ટર રાજકીય વગ ધરાવતા હોવાથી સિવિલ તંત્રના સત્તાધીશો ધુટણીયે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવીલ હોસ્પિટલના કપડા ધોવાનું કામકાજ છેલ્લા એક દાયકાથી સાહસ સોલ્યુસન કોન્ટ્રાક્ટ એજન્સી પાસે છે. પરંતુ આટલા સમયથી વગર કોન્ટ્રાક્ટ પર કામગીરી કરતા હોવાથી અને રાજકિય વગ ધરાવતા હોવાથી આ એજન્સીના સંચાલકો દ્વારા પોતાના ઘરેલું મામલે સિવીલના કપડા ત્રણ દિવસથી પરત ન કરતા ડોક્ટર અને દર્દીઓ હાલાકીનોસામનો કરી રહ્યા છે.
સાહસ સોલ્યુસન એજન્સીનો કોન્ટ્રાક્ટ વર્ષ 2014માં પૂરો થયા બાદ છેલ્લા એક દાયકાથી આ કામકાજ એક્સટેન્શન પર કરવામં આવી રહ્યુ દ છે. રાજકિય વગ ધરાવતા કોન્ટ્રાક્ટરે પોતાના ઘરેલુ વાંધાઓના કારણે છેલ્લા ત્રણેક દિવસથી ઓપરેશનની ચાદર, ડોક્ટર- દર્દીઓના ડ્રેસ, જોર્ડની બેડશીટ સહિતના કપડાઓ લઈ ગયા બાદ પરત ન કરતા હાલ ઓપરેશનથી માંડી અનેક સારવારોમાં તકલીફપડી રહીં છે. એટલું જ નહીં પરંતુ આવી લાલીયાવાડીના કારણે ઝનાનામાં ઓપરેશનની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આટલી બેરકારી કરવા છતા પણ સિવીલ તંત્રના સત્તાધીશો દ્વારા તેમના વિરૂદ્ધ કોઈ પગલા લેવામાં ન આવતા જાણે એજન્સીને જોતુ હોય તેમ ફાવી ગયુ હોવાનું લાગી રહ્યુ છે. તો બીજી તરફ મેડિકલની જેમ સાહસ એજન્સી દ્વારા પણ એક દાયકાથી વગર કોન્ટ્રાકટ કામગીરી ચલાવી રહ્યા છે.