ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર ડો. હીરાલાલે ચાપરડાના બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે આયોજિત પોલિંગ સ્ટાફની તાલીમ અને માંડાવડના શૈક્ષણિક સંકુલ ખાતે સ્ટ્રોંગ રૂમની સુરક્ષા વ્યવસ્થા નિરીક્ષણ કર્યું હતું.
ડો. હીરાલાલે પોલિંગ સ્ટાફ સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા સરળ રીતે સંપન્ન થાય તે માટે ગુણવત્તાભરી તાલીમની ખૂબ જરૂરી છે, ત્યારે પોલિંગ સ્ટાફે સંપૂર્ણ ગંભીરતા સાથે ચૂંટણી પ્રક્રિયાની ટેકનિકલ અને સૈદ્ધાંતિક બાબતોની ખૂબ ગંભીરતા શીખે અને તાલીમ મેળવે તે પણ એટલું જ આવશ્યક છે. ચૂંટણી ફરજ દરમિયાનઆ તાલીમ અને જ્ઞાન જ તમારી શક્તિ બને છે. જનરલ ઓબ્ઝર્વેર દ્વારા વધુમાં જણાવ્યું કે, ચૂંટણી પ્રક્રિયાના માધ્યમ દ્વારા પ્રકૃતિ – પર્યાવરણના જતન માટે લોકો સજાગ બને તે માટેના પ્રયાસો કરવામાં આવશે. તેમણે ગ્રીન ઇલેક્શનની રચનાત્મક વિભાવના આપતા કહ્યું કે, સુરક્ષિત ભવિષ્ય માટે પાણી પ્રકૃતિ અને વૃક્ષોને બચાવવા ખૂબ જરૂરી છે. તે માટે ચૂંટણી પ્રક્રિયા સાંકળીને જનજાગૃતિ ઉભી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઈંઅજ અધિકારી ડો. હીરાલાલ ઉત્તર પ્રદેશ સરકારમાં સહકાર વિભાગના કમિશનર અને રજીસ્ટ્રાર તરીકે સેવારત છે. આ મુલાકાત દરમિયાન મહિલા અને બાળ વિકાસ અધિકારી ચેતન સોજીત્રા તેમની સાથે રહ્યા હતા.



