લાભાર્થી પાસે આયુષ્યમાન કાર્ડ દીઠ 200 રૂપિયા લેવાતા હોવાની રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
રાજ્યમાં સરકારી યોજનાના ખાનગી કરણને લીધે જ મોટાભાગના કૌભાંડો થતા હોવાનું સામે આવે છે જેને લઇ હાલમાં જ આયુષ્યમાન કાર્ડમાં લાભાર્થીને દશ લાખ સુધીની સારવાર મળી શકે તેવા હેતુથી સરકારે તમામ કાર્ડ આપડે કર્યા હતા જેને લઇ અમદાવાદની એક નામચીન હોસ્પિટલ ખાતે આયુષ્યમાન કાર્ડમાં સારવાર લીધા વગર લાભાર્થી અને હોસ્પિટલ દ્વારા રૂપિયા લઈ લેવાનું કૌભાંડ સામે આવ્યું હતું જેથી સરકાર દ્વારા તમામ ખાનગી ક્ષેત્રે નીકળતા આયુષ્યમાં કાર્ડને એક સાથે બંધ કરવી માત્ર સરકારી કચેરીઓમાં જ આ કાર્ડ કઢાવવા માટે પરવાનગી આપી હતી પરંતુ ધ્રાંગધ્રા શહેરમાં હજુય કેટલાક ખાનગી સ્થળો પર આયુષ્યમાં કાર્ડ નીકળતા હોવાનું સામે આવ્યું છે. જેમાં ધ્રાંગધ્રા શહેરના જાહેર નાગરિક હિતેશભાઈ દ્વારા જણાવ્યું હતું કે ધ્રાંગધ્રા શહેરમાં આયુષ્યમાં કાર્ડ સરકારી હેલ્થ ઓફિસ કચેરી ખાતે નીકળે છે
- Advertisement -
અને લગભગ શેરમાં માત્ર એક જ સરકારી કચેરી ખાતે આ કાર્ડ કાઢવા માટેની પરવાનગી છે છતાં શહેરના સીટ દરવાજા નજીક આવેલી ઓનલાઇનનું કરી કરતી ખાનગી ઓફિસ ખાતે આયુષ્યમાન કાર્ડ કાઢવાની પ્રકૃતિ ચાલુ છે જ્યારે આ ખાનગી ઓફિસ ખાતે કાર્ડ દીઠ લાભાર્થીઓ પાસેથી રૂપિયા 200 ઉઘરાવવામાં આવે છે ખરેખર સરકારી નિયમો મુજબ એક પણ રૂપિયો લઈ શકાય નહીં છતાં પણ 200 રૂપિયા લેખે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા પાછળ કૌભાંડ પણ હોય શકે તેવી શંકા વ્યક્ત કરી છે ત્યારે જાગૃત નાગરિક દ્વારા આ મામલે જિલ્લા આરોગ્ય કચેરી ખાતે રજૂઆત પણ કરી છે અને કોણ આઇ ડી પાસવર્ડ થકી આ કાર્ડ કાઢવામાં આવે છે તેની સઘન તપાસ કરી કાર્યવાહી કરવાં કરાઈ છે.



