ખાસ-ખબર ન્યૂઝ મોરબી
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ઈઊઈંછ પોર્ટલ ના ઉપયોગથી આશરે 2,60,000/- ની કિમતના કુલ-11 જેટલા ખોવાયેલ મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને વાંકાનેર સીટી પોલીસ દ્વારા પરત કરવામાં આવ્યા છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ એ ઈઊઈંછ પોર્ટલનો ઉપયોગ કરી ઈઊઈંછમા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેક્નીકલ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી કુલ-11 જેટલા આશરે 2,60,000/- ની કિંમતના મોબાઇલો શોધી કાઢી એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે. એ સુત્ર વાંકાનેર સીટી પોલીસએ સાર્થક કરેલ છે.
ખોવાયેલાં 11 મોબાઇલ શોધી કાઢી અરજદારોને પરત કરતી વાંકાનેર સિટી પોલીસ
