સુરેન્દ્રનગર – ધ્રાંગધ્રા રોડ ટચ જમીન પર દબાણ કરી દુકાનો બારોબાર વેચાણ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
- Advertisement -
રાજ્યમાં સરકારી અને ગૌચર જમીનો પરના દબાણો હટાવવા માટે અનેક વખત ગુજરાત હાઇકોર્ટના આદેશને પણ ઘોળીને પી ગયેલા તંત્રે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી તેવામાં સુરેન્દ્રનગર – ધ્રાંગધ્રા રોડ પર આવેલા રાજસીતાપુર ગામ નજીક રોડ ટચ સરકારી જમીન પર સ્થાનિક રાજકીય ભૂમાફિયાએ દબાણ કરી પાક્કું બાંધકામ કરી નાખ્યું છે. રાજસીતાપુર ગામના પાંચપીરની દરગાહ સામે સરકારી સર્વે નંબરની જમીન પર ગામના જ રાજકીય ભૂમાફિયાએ પાક્કું બાંધકામ કરી દુકાનો બનાવી વેચાણ પણ કરી દીધી છે આ સાથે કહેવાય છે કે સરકારી જમીન પર દબાણ કરનાર ઇશમ અન્ય કોઈ નહીં પરંતુ રાજસીતાપુર ગામના પૂર્વ સરપંચ છે. ત્યારે રાજકીય ભૂમાફિયો પોતે ગ્રામ પંચાયતમાં હોવાથી રોડ ટચ સોનાની લગડી માફકની સરકારી જમીન પર દબાણ કરી ચારથી પાંચ દુકાનો ઉભી કરી બરોબર વેચાણ કરી દીધી છે એટલું જ નહીં આ સરકારી જગ્યા પર ટાવર પણ ખડકી દેવાયો હતો અને જે ટાવરનું મોટું તગડું ભાડું હજુય દર મહિને ભૂમાફિયો પોતાના ગજવામાં નાખે છે ત્યારે કિંમતી સરકારી જમીન પર દબાણ કરી હવે આ રાજકીય ભૂમાફિયો પોતે આ જમીનનો માલિક હોવાનું કહે છે ત્યારે સરકારી જમીનને પોતાની માલિકીની જમીન દર્શાવતા માફિયા સામે તંત્ર ક્યારે કાર્યવાહી કરે છે ? તે જોવું રહ્યું !



