SOG ટીમ દ્વારા હોટલ સંચાલક સહિત બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં વધતું નશીલા પદાર્થનું વેચાણ યુવાધન માટે બરબાદી સમાન છે. આવા નશીલા પદાર્થના વેચાણ અને પ્રવૃતિને નાથવા એસ.ઓ.જી ટીમ સતત ગંભીરતાથી અસામાજિક પ્રવૃતિ પર દરોડા કરી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા એસ.ઓ.જી ટીમ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે લીંબડી રાજકોટ હાઈવે પર હોટલમાં પોષડોડાનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે પીઆઇ બી.એચ.સિંગરખીયા સહિતનો સ્ટાફ લીંબડી રાજકોટ હાઈવે પર રાજસ્થાની પંજાબી પવન ઢાબા પર દરોડો કરી 14.595 કિલોગ્રામ પોષડોડા કિંમત 43,785 /- રૂપિયા સાથે હોટલ સંચાલક બલવીરસિહ રતનસિંહ રાવત રહે: રાજસ્થાન વાળાને ઝડપી લઇ તેની પાસેથી એક મોબાઇલ કિંમત પાચ હજાર રૂપિયાનો એમ કુલ મળી 48785/- રૂપિયાનો મુદામાલ જપ્ત કરી ઝડપાયેલ ઇશમ બલવીરસિહ રતનસિંહ રાવત તથા હાજર નહિ મળી આવેલ ફતેસિંહ ખેમરાજ રહે: એમ.પી વાળા વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.



