ટ્રેક્ટર, ડમ્પર, ચરખી, કોલસાનાં જથ્થા સહિત કુલ 50 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને મૂળી પંથકમાં ચાલતા મોટાપ્રમાણમાં કોલસાના કાળા કારોબાર પર વારંવાર પ્રાંત અધિકારી દ્વારા દરોડા કરવા છતાંય “હમ નહીં સુધરેંગે” જેવો ઘાટ સર્જાયો છે એક તરફ કોઈપણ કાલે કોલસાનું ખનન સ્થગિત થવાના અણસાર હજુ પણ નથી દેખાતા તો બીજી તરફ પ્રાંત અધિકારી એક બાદ એક દરોડા કરી ખનિજ માફિયાની કમર તોડી રહ્યા છે ત્યારે થાનગઢ તાલુકાના ખાખરાળી ગામે પ્રાથમિક શાળા નજીક ચાલતા ગેરકાયદેસર કૂવા ગત મોડી રાત્રે ફરીથી શરૂ થતા પ્રાંત અધિકારી એચ.ટી.મળવાના અને તેઓની ટીમ તાત્કાલિક ખાખરાળી ગામે પહોચતા કૂવામાંથી કોલસો કાઢતા ખનિજ માફીયાઓ નાશી ગયા હતા આ દરોડામાં પ્રાંત અધિકારી દ્વારા એક ડમ્ફર, 35 ટન કોલસો, ટ્રેક્ટર, કમ્પ્રેસર, 100 નંગ ડિટોનેટર, 100 મીટર પાઇપ, એક ચરખી, બે બકેટ, તથા 600 મીટર સેફ્ટી ફ્યુસ સહિત કુલ 50 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો.



