સક્કરબાગ ઝૂની દીવાલ કૂદી રીંછ ભાગ્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી એક રીંછ પાંજરામાંથી ભાગી નીકળ્યું હતું. આ રીંછ ઝાડની ડાળીઓ થકી પાંજરામાંથી બહાર નીકળી કસ્તુરબા સોસાયટી સુધી પહોંચી ગયું હતું. આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
રીંછ વર્ષોથી ઝૂમાં પાલતુ તરીકે રહેતું હતું. સ્થાનિક રહીશોએ રીંછને જોતાં તરત જ વન વિભાગને જાણ કરી હતી. જેથી વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી રીંછને પકડી પાછું ઝૂમાં લઈ ગઈ છે.અગાઉ પણ આ વિસ્તારમાં સિંહ-દીપડાની લટારના બનાવો બન્યા છે. તેમણે સક્કરબાગ ઝૂની આસપાસ મજબૂત કાંટાળી દીવાલ અને સુરક્ષા વ્યવસ્થાની માગ કરી છે.
10મી તારીખની રાત્રે આ ઘટના બની હતી. તેમણે આશ્વાસન આપ્યું કે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે યોગ્ય પગલાં લેવાશે. હાલ વન વિભાગનો સ્ટાફ સિંહ ગણતરીમાં વ્યસ્ત છે. જલ્દી જ તમામ બાબતોની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક રહેવાસીઓ તથા સામાજિક આગેવાનોએ તંત્ર સામે ગંભીર સવાલો કર્યા છે.



