ભરઉનાળે કમોસમી વરસાદ વરસતા ઉનાળુ પાકને નુકશાનની ભીતી, ખેડૂતોમાં ચિંતા
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રભરમાં હવામાન વિભાગે કરેલ આગાહીના પગલે કમોસમી વરસાદ સતત બીજા દિવસે વરસતા ગુજરાત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોને માવઠાએ ધમરોળિયા હતા ત્યારે યાત્રાધામ વીરપુર પંથકમાં પણ મંગળવારે સવાર થી જ વાતાવરણ અચાનક પલટો જોવા મળ્યો હતો અને વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય બફારો અને ગરમી જોવા મળી હતી ત્યારે બપોર બાદ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી.
- Advertisement -
ત્યારબાદ વીજળીના કડાકા ભડાકા સાથે વીરપુર સહિત મેવાસા,જેપુર,જાંબુળી સહિતના ગામોમાં ધોધમાર કમોસમી માવઠું વરસ્યું હતું અને ભર ઉનાળે જાણે અષાઢી જેવો માહોલ સર્જાયો હતો જેમને લઈને ચોતરફ પાણી પાણી જોવા મળ્યું હતું,
ભારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોએ વાવેલા મગ,તલ,મગફળી,અડદ,ડુંગળી સહીતના અનેક ઉનાળુ પાકોને નુકશાન જવાની ભીતિ સર્જાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.અસહ્ય ગરમી અને બફારા બાદ ધોધમાર કમોસમી વરસાદ વરસતા વાતાવરણ ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીમાં રાહત મળી હતી.



