વિદેશી દારૂ, કાર, ટ્રક સહિત કુલ 1.61 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં થતી અસામાજિક પ્રવૃતિ જેમાં ખાસ કરીને વિદેશી દારૂના વેપલા પર વારંવાર ગાંધીનગર એસ.એમ.સી ટીમ દ્વારા દરોડો કરી સ્થાનિક પોલીસ સાથે જિલ્લાના મહત્વની બ્રાન્ચ પર પણ શંકા ઉપજે તે પ્રકાર દરોડા કરાયા છે. તેવામાં સાયલા ખાતે ગત એક અઠવાડિયામાં જ ફરી એક વખત વિદેશી દારૂના કટીંગ પર દરોડો કરી કરોડોનો મુદામાલ જપ્ત કરાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર સાયલા તાલુકાના વાટાવચ્છ ગામની સીમમાં વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની બાતમીને લઈને ગાંધીનગર એસ.એમ.સી ટીમ દ્વારા શનિવારે મોડી રાત્રે દરોડો કર્યો હતો જે દરોડા દરમિયાન કેટલાક ઈસમો નાશી છૂટયા હતા પરંતુ વિદેશી દારૂનો જથ્થો પહોચાડનાર બે ઈસમો એસ.એમ.સી ટીમના હાથે ચડી ગયા હતા આ સાથે એસ.એમ.સી ટીમ દ્વારા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. દારૂના કટીંગ સમયે દરોડામાં જુદા જુદા બ્રાન્ડના વિદેશી દારૂ તથા બિયર નંગ 10363 કિંમત 1,19,59,900/- રૂપિયા, જીજે 03 બી ડબલ્યુ 6040 નંબરનો ટ્રક કિંમત 25 લાખ રૂપિયા, જીજે 13 એ એક્સ 4862 નંબર વાળી પીકઅપ કિંમત 10 લાખ રૂપિયા, જીજે 01 કે એક્સ 9068 નંબરની ક્રેટા કાર કિંમત પાંચ લાખ રૂપિયા, ઘઉંની બોરી 285 નંગ કિંમત 1,42,500 રૂપિયા તથા રોકડ 6,500 રૂપિયા સહિત કુલ 1,61,08,900/- રૂપિયાના મુદામાલ સાથે રિતેશ ધર્મપ્રકાશ મનફુલ ડાંગર રહે: હરિયાણા તથા પંકજ કર્નેલસીગ લખિરામ ડાંગર રહે: હરિયાણા વાળા સહિત કુલ 17 ઈસમો વિરુધ સાયલા પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
નાસી ગયેલાં શખ્સો
- Advertisement -
દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડો ભરતભાઈ બોરીચા, દશરથસિંહ ચંદુભા ઝાલા, છત્રપલસિહ ઉર્ફે સત્તુ દરબાર, બોલેરો પિકઅપ કારનો ચાલક તથા માલિક, જીજે 01 કે એક્સ 9068 નંબર વાળી કારનો ચાલક તથા તેની સાથે અજાણ્યા બે ઈસમો, જીજે 01 કે એક્સ 9068 નંબર વાળી કારનો માલિક, બ્લેક કલરની ટોયોટા હાઈરાઇઝર કાર ચાલક તથા તેની સાથે નાશી જનાર ત્રણ ઈસમો, બ્લેક કલરની ટોયોટા હાઈરાઇઝર કારનો માલિક, બ્લેક કલરની મહેન્દ્ર થાર કારનો ચાલક તથા તેની સાથે નાશી જનાર બે ઈસમો, કાળા કલરની મહેન્દ્ર થારના માલિક, રેઇડ દરમિયાન નાશી જનાર દશ જેટલા અજાણ્યા ઈસમો, વિદેશી દારૂનો જથ્થો ટ્રકમાં ભરી ટ્રક ચાલકને પહોચાડનાર સોની નામનો ઇશમ, વિદેશી દારૂનો જથ્થો આપનાર સોનુ નામનો ઇશમ તથા ટ્રક માલિક સહિત 31 ઈસમો દરોડા દરમિયાન નાશી ગયા હતા.
વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર શખ્સ પાસામાંથી ત્રણેક દિવસ પૂર્વે જ છૂટ્યો
સાયલાના વાટાવચ્છ ગમે એસ.એમ.સી ટીમના દરોડામાં વિદેશી દારૂ મંગાવનાર દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડો ભરતભાઈ બોરીચાને હાલમાં જ જિલ્લા એલ.સી.બી દ્વારા પાસા હેઠળ જેલ હવાલે કર્યો હતો જે આશરે પંદરેક દિવસ કરતા પણ ઓછા સમય માટે પાસામાં રહીને ત્રણ દિવસ પૂર્વે જ જેલમાંથી બહાર આવ્યો છે.”



