સાયન્સમાં 92.91% રિઝલ્ટ સાથે સતત બીજા વર્ષે મોરબી જિલ્લો અવ્વલ: ગરબા રમી વિદ્યાર્થીઓએ સેલિબ્રેશન કર્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ધો.12 અને ગુજકેટનાં પરિણામ જાહેર થઈ ગયાં છે. ધોરણ 12 સાયન્સનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું રેકોર્ડબ્રેક 93.07 ટકા પરિણામ જાહેર થયાં છે. સાયન્સનું ગત વર્ષ કરતાં 1.0 ટકા વધુ, જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં 1.14 ટકા પરિણામ વધુ જાહેર થયું છે. આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ 4,23,909 અને સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થી નોંધાયા હતા.
સાયન્સમાં 92.91 ટકા પરિણામ સાથે મોરબી જિલ્લો સતત બીજા વર્ષે મોખરે રહ્યો છે. તો સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97 ટકા પરિણામ, જ્યારે ગુજરાતી માધ્યમનું 93.7 ટકા પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું 87.77 ટકા પરિણામ આવ્યું છે.
વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્ર અને જછ શાળામાં મોકલવા અંગેની જાણ પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરાશે તથા માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. ધો.1ર વિજ્ઞાન પ્રવાહમાં 100 ટકા પરિણામ મેળવતી શાળાઓની સંખ્યા 194 છે. જયારે 10 ટકા કરતા ઓછુ પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 34 છે. એવન ગ્રેડ મેળવતા વિદ્યાર્થીની સંખ્યા 831 છે. એટુ ગ્રેડ મેળવતી વિદ્યાર્થીની સંખ્યા 8,083 છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 83.49 ટકા છે. જયારે ગુજરાતી માધ્યમનું પરિણામ 83.77 ટકા છે.
- Advertisement -
આજે જાહેર થયેલ ધો.1ર સામાન્ય પ્રવાહના પરિણામમાં કુલ 3,37,387 વિદ્યાર્થીઓ નોધાયા હતા. નિયમીત ઉમેદવારોનુ પરિણામ 93.07 ટકા આવ્યું છે. બનાસકાંઠા જીલ્લાનું પરિણામ 97.ર0 ટકા આવ્યું છે. જ્યારે ર00પ શાળાઓઍ 100 ટકા પરિણામ મેળવ્યું છે. માત્ર ર1 શાળાઓનું પરિણામ જ ર1 ટકા કરતા ઓછુ આવ્યું છે. નિયમીત વિદ્યાર્થીઓનું પરિણામ 90.78 ટકા છે. જયારે નિયમીત વિદ્યાર્થીનીઓનું પરિણામ 9પ.ર3 ટકા આવ્યુ઼ છે.



