By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂક્લિયર વોર થઈ હોત, અમે એને રોકી: ટ્રમ્પ
    15 hours ago
    દુબઈમાં કેરળ સમુદાય દ્વારા પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનું સ્વાગત કરવામાં આવતા લોકોમાં રોષ: ‘શરમજનક’
    17 hours ago
    ટ્રમ્પની ટેરિફ વોર: અમેરિકામાં વિદેશી સ્ટીલ પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યું
    19 hours ago
    બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાનના સુરાબ શહેર પર કબજો કર્યો
    19 hours ago
    1 જુલાઈથી ફ્રાન્સમાં જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ, નિયમ ભંગ કરનારને 13 હજાર રૂપિયાનો દંડ કરાશે
    19 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સાથે આગામી 4-5 દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડશે
    18 hours ago
    ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને સૌથી પહેલા સંપર્ક કરી સીઝફાયરની રજૂઆત કરી હતી: પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ
    18 hours ago
    PM મોદી ભોપાલમાં, દેવી અહલ્યાબાઈ મહિલા શક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લીધો
    18 hours ago
    થરૂરની નારાજગી બાદ કોલંબિયાએ પાકિસ્તાન અંગેનું નિવેદન પાછું ખેંચ્યું
    18 hours ago
    ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી: કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલન, એક શ્રદ્ધાળુનું મોત, પાંચ લોકો ઘાયલ થયા
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે બબાલ, મેદાનમાં બાખડ્યા
    3 days ago
    PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે
    3 days ago
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    4 days ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    5 days ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    2 days ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    4 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    5 days ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    5 days ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    6 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    4 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 week ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો, જાણો આજના લેટેસ્ટ રેટ  
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો, જાણો આજના લેટેસ્ટ રેટ  
બિઝનેસ

સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો, જાણો આજના લેટેસ્ટ રેટ  

Khaskhabar Editor
Last updated: 2025/04/22 at 12:06 PM
Khaskhabar Editor 1 month ago
Share
4 Min Read
SHARE

વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં ઉછાળાના પગલે એમસીએક્સ સોનું ફરી નવી ઐતિહાસિક ટોચે

ટ્રેડવોરના કારણે દુનિયામાં મંદીની શક્યતાઓ વધી છે. મંદીની ભીતિ વચ્ચે ફોરેક્સ અને ઈક્વિટી માર્કેટમાં કડાકાના કારણે કિંમતી ધાતુમાં તોફાની તેજી આવી છે. ભારતમાં આજે સોનાનો ભાવ 10 ગ્રામદીઠ  1 લાખ રૂપિયાને પાર થયો છે. અમદાવાદમાં પણ ગઈકાલે સોનું રૂ. 99500 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ ટોચે પહોંચ્યું હતું. વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં ઉછાળાના પગલે એમસીએક્સ સોનું પણ આજે ફરી નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે.

- Advertisement -

સોનાના ભાવ ફરી એકવાર ઇતિહાસ સર્જી રહ્યા છે. વાસ્તવમાં અમેરિકા અને ચીન વચ્ચે વધતા ટેરિફ યુદ્ધે વૈશ્વિક બજારને હચમચાવી નાખ્યું છે. આ સમય દરમિયાન લોકો સુરક્ષિત રોકાણ તરીકે સોનું ખરીદીને પોતાનો પોર્ટફોલિયો સુરક્ષિત કરી રહ્યા છે. આ જ કારણ છે કે, આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 25 ટકાનો વધારો થયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ, ડોલરમાં ઘટાડો અને આર્થિક મંદીના ભયને કારણે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે.

ફરી એકવાર સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આજે એટલે કે 22 એપ્રિલના રોજ સોનાના ભાવમાં 3000 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે, સોનું 1 લાખ રૂપિયાના ઐતિહાસિક ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ કારણે ઘણા નિષ્ણાતોએ તેમના અંદાજ બદલવા પડ્યા છે. જે લોકો સોનાના ભાવમાં નરમાઈની વાત કરી રહ્યા હતા તેઓ હવે આગાહી કરી રહ્યા છે કે તેમાં ઝડપથી વધારો થશે.

આજે શું છે સોના-ચાંદીના ભાવ ?

- Advertisement -

આજે સોનાના ભાવમાં 3000 રૂપિયાનો વધારો થયો છે. ગુડ રિટર્ન્સ અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1,01,350 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે ગઈકાલે તેની કિંમત 98,350 રૂપિયા હતી. આ રીતે સોનાએ પ્રતિ 10 ગ્રામ 1 લાખ રૂપિયાનો ઐતિહાસિક આંકડો પાર કરી લીધો છે. ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ.1,01,000 પર ચાલી રહ્યો છે.

અમેરિકામાં પણ સોનાના ભાવ વધ્યા

અમેરિકામાં પણ મંગળવારે સોનાના ભાવમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો. ટ્રમ્પ દ્વારા ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલની ટીકા અને વેપાર પર વધતા તણાવ વચ્ચે આર્થિક વિકાસમાં અવરોધ આવવાના ભયને કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ વધી છે. $3,443.79 પ્રતિ ઔંસના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યા પછી, શરૂઆતના વેપારમાં સ્પોટ ગોલ્ડ 0.1 ટકા વધીને $3,429.03 પ્રતિ ઔંસ પર પહોંચ્યો.

જાણો શું છે અમદાવાદમાં સોનાનો ભાવ ?

goodreturns.in વેબસાઇટ પરથી મેળવેલ આંકડાઓ મુજબ અમદાવાદમાં આજે સોનાનો ભાવ 24 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹10,140, ​​22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹9,295 અને 18 કેરેટ સોના (જેને 999 સોનું પણ કહેવાય છે) માટે પ્રતિ ગ્રામ ₹7,605 છે.

દિલ્હીમાં 10 ગ્રામદીઠ સોનાનો ભાવ આજે રૂ. 1650 ઉછળી રૂ. 99800એ પહોંચ્યો છે. જેનો રિટેલ ભાવ રૂ. 1,00,000 ક્રોસ થયો છે.  એમસીએક્સ સોનું રૂ. 98910 પ્રતિ 10 ગ્રામની ટોચે પહોંચ્યો છે. અમદાવાદમાં પણ સોનાનો ભાવ આજે ઉછાળા સાથે 1,00,000ની સપાટી વટાવે તેવી પ્રબળ શક્યતાઓ છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડ રિઝર્વના જેરોમ પોવેલના નિર્ણય પર કટાક્ષ કરતાં અમેરિકામાં રાજકીય તણાવ વધ્યો છે. ફેડ રિઝર્વે અમેરિકામાં ફુગાવાની શક્યતાઓ દર્શાવી છે. તેમજ ટેરિફના કારણે વૈશ્વિક સ્તરે આર્થિક મંદીના સંકટના કારણે રોકાણકારો બુલિયન તરફ ડાયવર્ટ થયા છે. સ્પોટ ગોલ્ડ 3494.66 ડોલર પ્રતિ ઔંસની ઓલટાઈમ હાઈ સપાટી નોંધાવ્યા બાદ 1.7 ટકા ઉછાળા સાથે 3482.26 ડોલર પ્રતિ ઔંસ પર ક્વોટ થઈ રહ્યું હતું.

એપ્રિલમાં સોનાનો ભાવ રૂ. 6000 વધ્યો

ચાલુ કેલેન્ડર વર્ષમાં અમદાવાદમાં સોનાનો ભાવ રૅકોર્ડ લેવલ સામે 26.43 ટકા વધ્યો છે. જે 31 ડિસેમ્બરે રૂ. 78700 પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો હતો. જે ગઈકાલે રૂ. 99500 થયો છે. ચાંદીમાં પણ 12.14 ટકા રિટર્ન છૂટી રહ્યું છે.  એપ્રિલ મહિનામાં જ સોનાના ભાવમાં રૂ. 6000નો ઉછાળો નોંધાયો છે.

You Might Also Like

ટ્રમ્પની ટેરિફ વોર: અમેરિકામાં વિદેશી સ્ટીલ પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યું

રૂ.500ની નકલી નોટોમાં 37.35%નો વધારો

શેરબજાર અપડેટ: સેન્સેક્સ વધ્યો તો નિફ્ટી પહોંચ્યું 25000ને પાર

બિટકોઈન જાન્યુઆરીના ટોચના સ્તરને વટાવીને નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો

સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ ચૂકશો નહીં, જાણો આજના લેટેસ્ટ રેટ

TAGGED: Gold and silver prices, gold latest rates, Gold Price Today, silver latest rates
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્વ. પ્રવિણસિંહ પરમારના સ્મરણાર્થે 18માં વર્ષે શિવમ્ ગૃપ દ્વારા વિનામુલ્યે છાશ વિતરણ કેન્દ્ર
Next Article ગરમીથી રાહત મેળવવા માટે એસીનો ઉપયોગ કરવો કેટલો યોગ્ય છે?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ખાખીને કલંકિત કરતી ઘટના, અમરેલીમાં બે પોલીસ કર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
શાપરમાં પરપ્રાંતિય શ્રમિક પરિવારના 7 વર્ષના બાળકને કૂતરાંના ટોળાંએ ફાડી ખાધો
ઉચાપત કેસમાં જે. કે. ટ્રેડિંગના બંને ભાગીદારોને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ
લાજપોર મધ્યસ્થ જેલ ખાતે CPR તાલીમ તેમજ મેડીકલ કેમ્પનું આયોજન
મોરબીમાં સાવકા પિતા એ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું, પત્નીએ છાતીમાં પાટા મારી હત્યા કરી નાખી
મોરબીમાં સરકારના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે 1 દિવસીય વર્કશોપ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીયબિઝનેસ

ટ્રમ્પની ટેરિફ વોર: અમેરિકામાં વિદેશી સ્ટીલ પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
બિઝનેસ

રૂ.500ની નકલી નોટોમાં 37.35%નો વધારો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
બિઝનેસ

શેરબજાર અપડેટ: સેન્સેક્સ વધ્યો તો નિફ્ટી પહોંચ્યું 25000ને પાર

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?