આશાના કિરણ સમાન રાહતદરનો મેડિકલ સ્ટોર, લેબોરેટરી બાદ હવે દવાખાનુ શરૂ
નિરાધારો અને જરૂરિયાતમંદને મળશે ફ્રીમાં દવાખાનાની સેવાઓ, દવાઓ, એમ્બ્યુલન્સ, ICUએમ્બ્યુલન્સ સેવાઓ અને લેબોરેટરીની તપાસ સાથે આશ્રય અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ ખાતે સૌને પરવડે તેવા દરે રાહતદરનો મેડિકલ સ્ટોર, (જેમાં આશરે 95% જેટલી રાહત) રાહતદરની લેબોરેટરી અને દવાખાનાની સુવિધા મળશે જ્યાં સૌને પરવડે તેવા દરે દવાઓ મળશે અને ફકત દસ રૂપિયાના ટોકનદરે અનુભવી એમ.બી.બી.એસ. ડો. દ્વારા દવાખાનાાં નિદાન કરી આપવામાં આવશે તેમજ ખૂબ જ રાહતદરે લેબોરેટરીની તપાસ, ફકત દસ રૂપિયામાં બ્લડ સુગરની તપાસ તેમજ ખૂબ જ ઓછા દરે બ્લડ, યુરિન, કફ, ઈસીજી, એક્સ-રે સહિતના રિપોર્ટસ જેમાં સી.બી.સી., બાયોપ્સી, લિપિડ પ્રોફાઈલ, કિડની ફંકશન સહિતના ટેસ્ટ પણ સાવ રાહતદરે થશે.
આરોગ્ય બાબતે અપાતી સેવા એ સર્વોત્તમ સેવા છે અને એ પણ ‘નો પ્રોફીટ નો લોસ’ના ધોરણે સેવાભાવી સંસ્થા દ્વારા સેવા સાથે સામાજિક વિકાસ કરવા પ્રયત્ન કરાશે. આ માટે સંસ્થાએ કાલાવાડ રોડ પર ક્રિસ્ટલ મોલ સામે, રાણી ટાવરમાં પ્રથમ માળે, સહતદરનો ‘માનવ મેડિકલ સ્ટોર’, રાહતદરની લેબોરેટરી અને રાહતદરનું દવાનાખું ચાલુ કર્યું છે.
આ ‘બાનું ઘર’ વૃદ્ધાશ્રમ સાવ નિરાધારો, બહેરા-મુંગા, ગાંડા, બિનવારસુ, ઘરવિહોણા, આધાર વિનાના લોકોને સાવ ફ્રીમાં રહેવા, જમવા, દવાઓ સાથે આશ્રય આપે છે. આપના ધ્યાનમાં આવી વ્યક્તિઓ હોય તો ધ્યાન દોરજો, આ સંસ્થાની મુલાકાત લઈ આપને યોગ્ય લાગે તો મદદ કરો. સંસ્થાને મકાન માટે દાનની જરૂર છે. સીએસઆર ફંડ સ્વીકાર્ય છે. સંસ્થાનું અપાતું દાન કરમુક્ત છે, સજ્જનોને દાન આપવા સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવે છે.
અત્યારે આ મોંઘવારીના યુગમાં તમામ લોકોને જરૂરી દવાઓ ખૂબ જ રાહતદરે મળે અને બધી લેબોરેટરી તપાસ પણ સાવ વ્યાજબી ભાવે, કમિશન વગર થઈ શકે અને ફકત દસ રૂપિયામાં દવાખાનાની સેવાઓ ઉપલબ્ધ થાય તે આશય સાથે આ સેવાઓ ચાલુ કરવામાં આવી છે. જેમાં તમામ જ્ઞાતિના લોકો માટે કોઈપણ ભેદભાવ વગર ચલાવવામાં આવે છે. આ સેવામાં જોડાઈ આપ સેવા આપવા, દાન આપવા અને સભ્ય બનવા માગતા હો તો સંસ્થાનો સંપર્ક કરે. આ માનવ આરોગ્ય સેવા સુવિધા રાજકોટ મધ્યે રાણી ટાવર, કાલાવાડ રોડ પર છે. વધુ વિગત માટે સંસ્થાના મુકેશભાઈ મેરજા (મો. 9426727373), ગીતાબેન પટેલ (મો. 9429166766) ડી. સી. પટેલ, નરેન્દ્રભાઈ રાંકજા, સંજય ખીરસરીયા, માનીશભાઈ ડેડકીયા, દિનેશભાઈ અમૃતિયા, વિભાબેન મેરજાનો સંપર્ક કરી શકાશે.
- Advertisement -
‘બાનું ઘર’ વૃદ્ધાશ્રમ દ્વારા સ્વિકારવામાં આવતા દાનની વિગત
લાઈફ ટાઈમ એક દિવસનું કુલ ભોજનનો
ખર્ચ રૂા. 101000
તિથિ મુજબ લાઈફ ટાઈમ એક ટાઈમ જમવાનો ખર્ચ રૂા. 51000
લાઈફ ટાઈમ સવાર-સાંજે અને સવારનો નાસ્તો તિથિ પ્રમાણેનો ખર્ચ રૂા. 25000
પૂરા એક દિવસ જમણવારનો ખર્ચ રૂા. 5100
એક ટાઈમ સવાર-સાંજનો જમવાનો
ખર્ચ રૂા. 2500
સવારનો નાસ્તો રૂા.1100
આમ ‘બાનું ઘર’ વૃદ્ધાશ્રમમાં ઈચ્છુક દાતાઓને દાન આપવા અપીલ કરવામાં આવી છે.



