ચાંગપેંગ ઝાઓને CZ ના નામથી ઓળખવામાં આવે છે
દુનિયાના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ, બિનેન્સના સંસ્થાપક અને પૂર્વ સીઈઓ
- Advertisement -
ફોર્બ્સના અનુસાર ચાંગપેંગ ઝાઓની નેટ વર્થ 63.4 બિલિયન ડોલર છે
જો યુએઈ કે દુબઈ વિશે વાત કરવામાં આવે તો સૌથી પહેલા શેખ, તેમની રહેણી-કરણી અને અમીરી મગજમાં આવે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે UAE ના સૌથી અમીર વ્યક્તિ કોઈ શેખ નહીં પરંતુ ચાંગપેંગ ઝાઓ છે.
ચાંગપેંગ ઝાઓને CZ ના નામથી ઓળખવામાં આવે છે. તે દુનિયાના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ, બિનેન્સના સંસ્થાપક અને પૂર્વ સીઈઓ છે. ચાઇનીઝ-કેનેડિયન કોડરે વોલ સ્ટ્રીટના ફ્લેશ બોયઝ માટે હાઈ-ફ્રીક્વેન્સી ટ્રેડિંગ સિસ્ટમ બનાવવામાં તેમનું જ યોગદાન છે. ઝાઓએ 2017માં બિનેન્સ નામના ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જની શરૂઆત કરી અને હજુ પણ તેમની પાસે આ એક્સચેન્જનો લગભગ 90% ભાગ અને તેના BNB ટોકનનો મોટો ભાગ છે. નવેમ્બર 2023માં ઝાઓએ અમેરિકન સરકારની સાથે એક કરાર હેઠળ બિનેન્સના સીઈઓ પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમને એક પ્રભાવી એન્ટી-મની લોન્ડ્રિંગ પ્રોગ્રામ (મની લોન્ડરિંગ વિરોધી કાર્યક્રમ) બનાવી રાખવામાં નિષ્ફળ રહેવા માટે દોષિત ઠેરવ્યા હતાં. જેના પરિણામસ્વરૂપ, તેમને $50 મિલિયનનો દંડ ભરવો પડ્યો અને ચાર મહિના જેલમાં રહેવું પડ્યું હતું. ફોર્બ્સના અનુસાર ચાંગપેંગ ઝાઓની નેટ વર્થ 63.4 બિલિયન ડોલર છે. આજે તે વિશ્વના સૌથી અમીર માણસોની લિસ્ટમાં 24માં સ્થાને છે.