By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    51 minutes ago
    નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનના પરિવારમાં લોહિયાળ સંઘર્ષની આશંકા! ફોઇ અને ભત્રીજી વચ્ચે સત્તા માટે લડાઈ: રિપોર્ટ
    58 minutes ago
    રશિયા અને અમેરિકા પણ રહી ગયા પાછળ! ભારતને ક્રૂડ ઓઇલ વેચવામાં આ દેશે મારી બાજી
    2 days ago
    ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
    3 days ago
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શશી થરૂરને ભારતના વિદેશમંત્રી બનવાની ઈચ્છા! કોંગ્રેસના જ મોટા નેતાના દાવાથી રાજકારણ ગરમાયું
    32 minutes ago
    રાજસ્થાનના અલવરમાં કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ ધડાકા બાદ ભીષણ આગ, 7 શ્રમિકોના મોત
    1 hour ago
    પાકિસ્તાન સાથે ફરી યુદ્ધનું જોખમ કેટલું? PM મોદીએ સંરક્ષણ બજેટ અને પડકારો અંગે આપ્યો જવાબ
    1 hour ago
    ડિપ્લોમસી ફેલ થશે તો મિસાઈલો ગરજશે: ટ્રમ્પ
    2 days ago
    ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન માટે નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    1 hour ago
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    2 days ago
    કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને
    2 days ago
    વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ
    2 days ago
    T20 વર્લ્ડકપમાં મેજર અપસેટ, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    13 minutes ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    3 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    4 days ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘24 કલાકમાં કોઈનું મકાન તોડી પાડવું ગેરકાયદે’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ‘24 કલાકમાં કોઈનું મકાન તોડી પાડવું ગેરકાયદે’
રાષ્ટ્રીય

‘24 કલાકમાં કોઈનું મકાન તોડી પાડવું ગેરકાયદે’

Khaskhabar Editor
Last updated: 2025/04/02 at 5:08 PM
Khaskhabar Editor 11 months ago
Share
4 Min Read
SHARE

યોગી સરકારના બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટ ભડકી

ડિમોલિશન કાર્યવાહીના પ્રત્યેક પીડિતને છ સપ્તાહની અંદર રૂ. 10-10 લાખ ચૂકવવા આદેશ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.2

ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બુલડોઝર કાર્યવાહીની દેશભરમાં પ્રશંસા થઈ રહી છે. પરંતુ સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહી મુદ્દે ઉત્તર પ્રદેશ સરકારની ઝાટકણી કાઢી છે. સુપ્રીમે પ્રયાગરાજમાં મન ફાવે તેમ મકાનો તોડી પાડવાની કાર્યવાહી અમાનવીય અને ગેરકાયદે ગણાવી હતી. આ સાથે શહેર વિકાસ ઓથોરિટીને પ્રત્યેક પીડિત મકાન માલીકને છ સપ્તાહની અંદર રૂ. 10 લાખ વળતર પેટે ચૂકવવા આદેશ આપ્યો હતો. સુપ્રીમે માત્ર 24 કલાકની અંદર મકાનો તોડી પાડવાની ઘટનાની ટીકા કરી હતી.

ન્યાયાધીશો અભય ઓક અને ઉજ્જલ ભુયાનની બેન્ચે જણાવ્યું કે, પ્રયાગરાજમાં રહેણાંક મકાનો જે રીતે તોડી પડાયા છે તેણે અમારા અંતરાત્માને હચમચાવી નાંખ્યો છે. જે રીતે મકાનો તોડવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે તે ચોંકાવનારી છે. આવી પ્રક્રિયા સાંખી લઈ શકાય નહીં. એક કેસમાં આ ચલાવી લેવાશે તો તે ચાલુ જ રહેશે.

- Advertisement -

જસ્ટિસ ઓકે કહ્યું કે, ઓથોરિટીએ જે રીતે આકરાં પગલાં લેતા મકાનો તોડી પાડયાં તે ઓથોરિટીની અસંવેદનશીલતા દર્શાવે છે. નાગરિકોના રહેણાંક મકાનો આ રીતે તોડી શકાય નહીં.
પ્રયાગરાજ વિકાસ ઓથોરિટીએ યાદ રાખવું જોઈએ કે કલમ 21 એકીકૃત ભાગરૂપે દરેક નાગરિકને આશ્રયનો અધિકાર છે અને બંધારણમાં કેટલાક મૂળભૂત અધિકારો નાગરિકોને આપેલા છે.
એટર્ની જનરલ આર. વેંટરરમણે તોડફોડ મુદ્દે ઉત્તર પ્રદેશ સરકારનો બચાવ કરતા કહ્યું કે, 8 ડિસેમ્બર 2020ના રોજ તેમને પહેલી નોટીસ અપાઈ હતી. ત્યાર પછી જાન્યુઆરી 2021 અને માર્ચ 2021માં નોટીસ પાઠવવામાં આવી હતી. એટર્ની જનરલે કહ્યું કે, મકાનો તોડી પાડતા પહેલાં યોગ્ય પ્રક્રિયાઓનું પાલન કરાયું હતું.

જસ્ટિસ ઓકે કહ્યું કે, રાજ્ય સરકારે નિષ્પક્ષતાથી કામ કરવું જોઈએ. સરકારે મકાનોને તોડી પાડતા પહેલાં તેમને અપીલ દાખલ કરવાની મંજૂરી આપવી જોઈએ. અરજદારોને 6 માર્ચે નોટિસ આપવામાં આવી અને 7 માર્ચે મકાનો તોડી પડાયા. હવે અમે તેમને ફરીથી નિર્માણ કરવાની મંજૂરી આપીશું. સુપ્રીમનો જવાબ સાંભળી એટર્ની જનરલે ચેતવણી આપતા કહ્યું કે, આ પ્રકારના આદેશથી મોટી સંખ્યામાં ગેરકાયદે કબજો કરનારા દ્વારા ફાયદો ઉઠાવવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે પહેલા પ્રયાગરાજમાં યોગ્ય કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના ઘરોને તોડી પાડવા મુદ્દે ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરી હતી અને હવે કહ્યું કે આ કાર્યવાહી ચોંકાવનારી અને ખોટા સંકેત આપે છે.

ડિમોલિશન સમયે પુસ્તકો સાથે દોડતી છોકરીના વિડીયોએ આખા દેશને હચમચાવી નાંખ્યો : સુપ્રીમ
ઉત્તર પ્રદેશમાં બુલડોઝર કાર્યવાહી સામે આકરી ટીપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં બુલડોઝરની કાર્યવાહી સમયે એક છોકરી તેના ઝુંપડામાંથી પુસ્તકો લઈને દોડી જોવા મળે છે. સુપ્રીમે કહ્યું કે, આ વીડિયોએ સમગ્ર દેશના આત્માને હચમચાવી નાંખ્યો હતો. પ્રયાગરાજમાં ગેરકાયદે દબાણોની બાબતમાં સુનાવણી સમયે ન્યાયાધીશ ભુયાને કહ્યું કે, એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં બુલડોઝર દ્વારા એક ઝુંપડાને તોડવામાં આવી રહ્યું છે. આ સમયે એક નાની છોકરી ઝુંપડીમાંથી તેના પુસ્તકો લઈને દોડતી જોવા મળે છે. આ વીડિયોએ આખા દેશને હચમચાવી દીધો હતો. જોકે, આંબેડકરનગર પોલીસે ડિમોલિશનની આ કાર્યવાહીનો બચાવ કરતા કહ્યું હતું કે, જલાલપુર તહેસિલદાર કોર્ટના આદેશના અમલના ભાગરૂપે જ આ ઝૂંપડા તોડી પડાયા હતા. જલાલપુર સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટે તહેસીલદારને એક સપ્તાહમાં દબાણો દૂર કરવા આદેશ આપ્યો હતો.

You Might Also Like

શશી થરૂરને ભારતના વિદેશમંત્રી બનવાની ઈચ્છા! કોંગ્રેસના જ મોટા નેતાના દાવાથી રાજકારણ ગરમાયું

રાજસ્થાનના અલવરમાં કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ ધડાકા બાદ ભીષણ આગ, 7 શ્રમિકોના મોત

પાકિસ્તાન સાથે ફરી યુદ્ધનું જોખમ કેટલું? PM મોદીએ સંરક્ષણ બજેટ અને પડકારો અંગે આપ્યો જવાબ

ડિપ્લોમસી ફેલ થશે તો મિસાઈલો ગરજશે: ટ્રમ્પ

ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન માટે નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ

TAGGED: demolish
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલને 6000 કરોડના કૌભાંડમાં CBIએ આરોપી બનાવ્યા
Next Article પંજાબ કિંગ્સે સતત બીજી મેચ જીતી: લખનઉને 8 વિકેટે હરાવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
SCIENCE-TECHNOLOGY

ગૂગલ જેમિની અને ચેટજીપીટીને ટક્કર આપવા આવી ગયું સ્વદેશી સર્વમ AI, જાણો શું છે…

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
એપલે કેમ એપ્સને કરી રહ્યું છે બેન? સૌથી વધુ ચેટિંગ એપ્સ કાઢવામાં આવી, જાણો કારણ…
શશી થરૂરને ભારતના વિદેશમંત્રી બનવાની ઈચ્છા! કોંગ્રેસના જ મોટા નેતાના દાવાથી રાજકારણ ગરમાયું
ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, બજેટ સત્રમાં હોબાળા વચ્ચે ધ્વનિ મતથી નિર્ણય
કીર્તિ પટેલનો નવો વિવાદ! ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં સ્નાન કર્યું, સાધુ-સંતોમાં નારાજગી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

શશી થરૂરને ભારતના વિદેશમંત્રી બનવાની ઈચ્છા! કોંગ્રેસના જ મોટા નેતાના દાવાથી રાજકારણ ગરમાયું

Khaskhabar Editor Khaskhabar Editor 32 minutes ago
રાષ્ટ્રીય

રાજસ્થાનના અલવરમાં કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ ધડાકા બાદ ભીષણ આગ, 7 શ્રમિકોના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

પાકિસ્તાન સાથે ફરી યુદ્ધનું જોખમ કેટલું? PM મોદીએ સંરક્ષણ બજેટ અને પડકારો અંગે આપ્યો જવાબ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?