અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ અગ્નિ અખાડાના વડા અને ચાપરડાના સુરેવાધામના સંત શિરોમણી પૂજ્ય મુક્તાનંદ બાપુનું રાધેશ્યામ કોટેજ ખાતે રાજગોર કાઠી જ્ઞાતિના સ્વર્ગસ્થ શ્રી મહાદેવભાઇ ગોપાળજીભાઈ ચાવ પરિવાર દ્વારા સેવાભાવનું અદકેરુ સન્માન કરવામાં આવ્યું હતું. જે વિનુભાઈ ચાવ, ઘનશ્યામભાઈ ચાવ, અશોકભાઈ ચાવ અને પ્રદીપભાઈ ચાવ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જય રાજેશ્વર સંતવાણી ગ્રુપ રાજકોટના સહયોગથી યોજાયેલા લોક ડાયરાના ઉગતા કલાકારોનું તેમજ જ્ઞાતિના તાજેતરમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીમાં વિજેતા થયેલા સભ્યો પદાધિકારીઓનું પૂજ્ય મુક્તાનંદ બાપુના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના પ્રારંભે પૂજ્ય મુક્તાનંદ બાપુનું ભાવભર્યું સ્વાગત કરવા માટે સામૈયુ કરવામાં આવ્યું હતું.
સ્થા. સ્વ.ની ચૂંટણીમાં રાજગોર જ્ઞાતિના વિજયી સભ્યો અને લોક કલાકારોનું મુક્તાનંદ બાપુના હસ્તે સન્માન કરાયું

Follow US
Find US on Social Medias


