240 કિલો ખજૂર, 119 કિલો ચણા આપી સન્માન કરવાનો અનોખો પ્રયોગ
ખાસ-ખબર ન્યૂઝ હારીજ
નવનિયુક્ત ભાજપ જીલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવનો તાલુકા ભાજપ દ્વારા લોહાણાવાડી ખાતે અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં નવનિયુક્ત જીલ્લા પ્રમુખનું સાફો પહેરાવી સાલ ઓઢાડી 140 કિલો ખજૂર, 51 કિલો ચણા આપી સન્માન કર્યું હતું.
- Advertisement -
તાલુકા પ્રમુખ મુકેશભાઈ ઠાકોર, પુર્વ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, નિલેશ રાજગોર, ભાવેશભાઈ પટેલ, વિવેકભાઈ, હારીજ માર્કેટયાર્ડ ચેરમેન વાઘજીભાઈ ચૌધરી,ઠાકોર સમાજ પ્રમુખ ચેહુજી ઠાકોર, કાનજી ભાઈ દેસાઇ, પૂર્વ તા.પ.પ્રમુખ વનરાજજી ઠાકોર, રાજુભાઇ દેસાઈ, સવસીભાઈ, દઝાભાઈ ચૌધરી, ઠાકોર રમેશજી, સંજયભાઈ ઠાકોર પટેલ, સહિતના આગેવાનો ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સન્માન સમારોહ દરમિયાન આવેલ ચણા, ખજુર તાલુકાની 119 આંગણવાડી કેન્દ્રના બાળકોને આપવામાં આવશે.