PGVCL દ્વારા રૂ.10.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
ગુજરાત રાજ્યમાં અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ 100 કલાકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના બાદ નાયબ પોલીસ મહાનિરિક્ષક ડો. ગિરિશ પંડ્યાએ જિલ્લાના તમામ ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજીક તત્વોનું લીસ્ટ તૈયાર કરી કાયદાનું ભાન કરાવવા કોમ્બિંગનું આયોજન કરાયું હતું.
જેમાં જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ આરોપીઓનું લીસ્ટ તૈયાર કરીને પીજીવીસીએલની ટીમ સાથે જોરાવરનગર પોલીસ ટીમ સાથે તમામ અસામાજીક ઇસમોના ઘરે તપાસ કરાઇ હતી. તેમાંથી 14 શખસોના મકાનમાં વીજચોરી થતી હોવાનું ધ્યાને આપતા તેમની કાર્યવાહી હાથ ઘરીને નાયબ કાર્યપાલ ઇજનેર જીઈબી જોરાવરનગર દ્વારા તેઓને રૂ.10,50,000નો દંડ ફટકારાયો હતો.
- Advertisement -
આ શખ્સો સામે કાર્યવાહી
યાકુબખાન કાળુખાન પઠાણ, ફીરોજ કાળુખાન પઠાણ, ઇમ્તીયાઝ રફીકભાઈ મલાણી, ગુલામહુશૈન જુમાભાઈ માલાણી, રો નક મહેબુબભાઇ મોવર, ઇરફાનભાઈ કાસમભાઈ માલાણી, ઇરફાનભાઇ કાસમભાઈ માલાણી, ફરિદાબેન કાદરભાઈ કટીયા, ખેરૂૂનબેન સીકંદરભાઇ કટીયા, અનીશ રફીકભાઈ માલાણી, રમેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ સાગરભાઈ કણઝરીયા, ફીરોજ દીલુભાઈ કટીયા, મહમદભાઇ કરીમભાઈ સામતાણી, કાસીમ રહીમભાઈ જેડા



