બોર્ડની મિટિંગમાં મહિલા સભ્યોના પતિએ હાજરી આપતા વિવાદ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
રાજ્યમાં દરેક ક્ષેત્રે મહિલા ફરજિયાત હોવા સાથે રાજકીય ક્ષેત્રે પણ ત્રીસ ટકા મહિલાઓને ફરજિયાત રાખવાના નિયમ છે પરંતુ ક્યાંયે ક્યાંક મહિલાઓના નામે તેઓના પતિ જ છરી ખાતા હોવાનું અનેક વખત સામે આવે છે જેના ઉદાહરણ રૂપે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સભ્યના બોર્ડ દરમિયાન મોટાભાગના મહિલા સભ્યોના પતિઓ દ્વારા હાજરી આપી પોતાના સભ્ય પત્નીના નામની સહી પણ કરી હતી જ્યારે પતિએ મહિલા સભ્યનો કાર્યભાળ સંભાળતા વિવાદ જાગ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કુલ 34 સભ્યોમાં 19 મહિલા સભ્યો છે. ગઈ કાલે 20 માર્ચના રોજ જિલ્લા પંચાયત ખાતે જનરલ બોર્ડનું આયોજન કરાયું હતું અને આ બોર્ડની બેઠકમાં મહિલાઓના બદલે તેઓના પતિ હાજર રહીને સભ્યની કામગીરી કરી હતી એટલું જ નહીં મહિલા સભ્યોના પતિ હાજર રહી પોતાના પત્નીના નામની સહી પણ કરી હતી આ સમગ્ર બનાવ અધિકારીઓની હાજરીમાં થવા છતાં પણ અધિકારીઓ ધૃતરાષ્ટ બની બેઠા હતા પરંતુ જ્યારે મહિલા સભ્યોના પતિ દ્વારા બેઠક પૂર્ણ થાય સભ્યોની હાજરી અંગે સહી કરતા વિવાદ વકર્યો હતો.



