ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.21
ચોટીલાનાં દેવસર ગામે રહેતો અને ધો. 4 મા અભ્યાસ કરતા બાળકને હાથમા ઇજા થતાં પરિવારે વાંકાનેરની એક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યો હતો. જ્યાં હાથનાં ફેકચરનાં ઓપરેશન માટે બાળક ચાલીને ઓપરેશન થીયેટરમા ગયો હતો. તબીબે એનેસ્થેસિયા આપ્યા બાદ બેભાન થયેલો બાળક ભાનમા ન આવતા મોત નીપજયું હતું. તબીબોની બેદરકારીને કારણે માસુમ બાળકનુ મોત નીપજયુ હોવાનુ પરિવાર દ્વારા આક્ષેપ કરવામા આવ્યો છે.
બનાવ અંગે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, ચોટીલાના દેવસરમાં રહેતો 10 વર્ષીય વનરાજ ધનજીભાઈ મસેરીયા સરકારી સ્કૂલમાં ધો.4માં અભ્યાસ કરતો હતો અને સવારે 11 વાગ્યે સ્કૂલે ગયો હતો. બાદમા બપોરે સ્કુલમા રીશેસનાં સમયે વનરાજ મેસરીયા પોતાનાં ઘરે નાસ્તો કરવા આવતો હતો ત્યારે રસ્તામા ઠેસ વાગતા ગબડી પડયો હતો. બાળકને હાથનાં ભાગે ફેકચર આવતા પરિવાર દ્વારા બાળકને તાત્કાલીક સારવાર માટે વાંકાનેર ખાતે આવેલી હરી ઓમ ખાનગી હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યો હતો. જયા બાળકનુ સારવાર દરમ્યાન મોત નીપજતા પરિવારમા અરેરાટી સાથે કલ્પાંત સર્જાયો છે. બાળકનુ તબીબોની બેદરકારીથી મોત નીપજયુ હોવાનો પરિવાર દ્વારા સનસનીખેજ આક્ષેપ કરવામા આવ્યો હતો. પરિવારની પ્રાથમીક પુછપરછમા મૃતક વનરાજ મેસરીયાનાં પિતા ખેતીકામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. મૃતક વનરાજ મેસરીયા ધોરણ 4માં અભ્યાસ કરતો હતો અને ભાઈ-બહેનમાં મોટો હતો. વનરાજ સવારે 11 વાગ્યે સ્કૂલ ગયો હતો ત્યારબાદ બપોરે 1 વાગ્યે રિસેસમાં ઘરે નાસ્તો કરવા આવતી વખતે રસ્તામાં તેને ઠેસ વાગી હતી અને હાથમાં ફ્રેક્ચર થયું હતું.
- Advertisement -
હરી ઓમ હોસ્પિટલમા હાથનાં ઓપરેશન માટે વનરાજ મેસરીયા ઓપરેશન થીયેટરમા પોતાની જાતે ચાલીને ગયો હતો જયા તબીબે તેને એનેસ્થેસિયા આપ્યા બાદ બેભાન થયેલો બાળક ભાનમા ન આવતા ઓપરેશન થીયેટરમા ચાલીને ગયેલા બાળકની લાશ બહાર આવી હતી. જેથી તબીબોએ આપેલા એનેસ્થેસિયાનાં કારણે મોત નીપજયુ હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામા આવ્યો છે. આક્ષેપનાં પગલે વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે



