પોલીસે છાત્ર સહિત બે શખસોને સકંજામાં લઈ તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરમાં વધતા જતા અકસ્માતોના બનાવ વચ્ચે વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ગોંડલ રોડ પર આવેલ અટીકા ફાટક પાસે મહિલાને બચાવવા ગયેલા કાર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર ચાલકે દુકાનની બહાર પાર્કીંગ કરેલા 4 ટુવ્હીલર અને એક ફોરવ્હીલરને હડફેટે લેતા ટુવ્હીલ અને ફોર વ્હીલમાં મોટું નુકશાન થયું હતું.
- Advertisement -
ગોંડલ રોડ પર અટીકા ફાટક પાસેથી એક બસ જતી હતી.અને પાછળ એક મહિલા ચાલીને આવતી હતી.દરમ્યાન બસ વળાંક લઈ લેતા પીબી 10 સીજી 8448 નંબરના ચાલકે રાહદારી મહિલાને બચાવવા જતા સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા પ્રથમ કાર ઝાડ સાથે અથડાઈ હતી.બાદ આસપાસની દુકાનો બહાર પાર્કીંગ કરેલા ત્રણ-ચાર ટુવ્હીલર અને એક ફોર વ્હીલને હડફેટે લીધા હતા.
બનાવના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા.જેનો વિડીયો હાલ સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો.
બનાવના પગલે રાહદારીએ 100 નંબર પર ફોન કરી ઘટનાની જાણ કરતા માલવીયાનગર પોલીસ મથકના કે.જી.ઝાલા સહિતનો સ્ટાફ દોડી જઈ પ્રથમ એકઠા થયેલા ટોળાને વિખેર્યા હતા. બાદ કાર
ચાલકને પોલીસ મથકે લઈ જઈ કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૂળ સુદાનનો હાલ શહેરની મારવાડી કોલેજમાં અભ્યાસ કરતો ચાલ્સ નામનો યુવક કાર ચલાવતો હતો.અને કાર માલિક પણ તેની સાથે જ હતો. પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં થયાનું જાણવા મળ્યું છે.



