વોર્ડ નં.૦૨ માં રૂ.૪૩,૯૬,૦૯૯/- ના ખર્ચે નવી વોર્ડ ઓફિસ બનાવવાનું સ્ટેન્ડીંગ કમિટીમાં મંજુર થતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા સ્ટેન્ડિંગ કમિટીનો આભાર માનતા ડેપ્યુટી મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી સભ્ય મનીષભાઈ રાડીયા, સ્ટેન્ડિંગ કમિટી સભ્ય જયમીનભાઇ ઠાકર, તેમજ શ્રીમતી મીનાબા અજયસિંહ જાડેજા.
રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા રાજકોટ શહેરનો સર્વાંગી વિકાસ કરવાના ભાગ રૂપે શહેરીજનોની સુવિધા માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ કાર્યોના એક ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૦૨માં રૂ.૪૩,૯૬,૦૯૯/- (અંકે રૂપિયા તેતાલીસ લાખ છન્નુ હજાર નવાણુ પુરા)ના ખર્ચે નવી વોર્ડ ઓફિસ બનાવવાનું સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલે આજરોજ સ્ટેન્ડીંગ કમિટીની મળેલ મીટીંગમાં મંજુર કરેલ છે.
આ નવી વોર્ડ ઓફિસમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વોર્ડ ઓફિસર રૂમ, વોર્ડ એન્જીનીયર રૂમ, ટેકનિકલ સ્ટાફ રૂમ, ટેક્ષ સ્ટાફ રૂમ, સ્ટોર રૂમ, વેઇટિંગ એરિયા તેમજ લેડીઝ & જેન્ટ્સ ટોઇલેટ બ્લોક તથા ફર્સ્ટ ફ્લોર પર કોન્ફરન્સ હોલ, પેન્ટ્રી તેમજ લેડીઝ & જેન્ટ્સ ટોઇલેટ બ્લોક સહિતની અદ્યતન સુવિધાઓ આપવામાં આવનાર છે.
- Advertisement -
આ અદ્યતન સુવિધા ધરાવતી વોર્ડ નં.૦૨ની ઓફિસ બનાવવાનું કામ અમો વોર્ડ નં.૦૨ના તમામ કોર્પોરેટર અને ડેપ્યુટી મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી સભ્ય મનીષભાઈ રાડીયા, સ્ટેન્ડિંગ કમિટી સભ્ય જયમીનભાઇ ઠાકર, તેમજ મતી મીનાબા અજયસિંહ જાડેજા આવકારીએ છીએ તેમજ આ કામ મંજુર કરવા બદલ અમો સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તેમજ સમગ્ર સ્ટેન્ડીંગ કમિટીનો આભાર માનીયે છીએ.

(મનીષભાઈ રાડીયા) (જયમીન ઠાકર) (મીનાબા જાડેજા) (ડૉ.દર્શિતાબેન શાહ)
કોર્પોરેટર વોર્ડ નં.૦૨ કોર્પોરેટર વોર્ડ નં.૦૨ કોર્પોરેટર વોર્ડ નં.૦૨ કોર્પોરેટર વોર્ડ નં.૦૨
- Advertisement -



