આજે આંતરરાષ્ટ્રીય વિશ્ર્વ મહિલા દિવસ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
મહિલાઓના આદર્શ એવા વત્સલાબહેન દવે હાલ પ્રોગ્રામ ઓફિસર,આઈ.સી.ડી.એસ શાખા,જીલ્લા પંચાયત જુનાગઢમાં ફરજ બજાવી રહ્યા છે. વત્સલા બહેનનો જન્મ તા.21 / 04 /1969 ના રોજ એક સામાન્ય પરિવારમાં થયો હતો.અભ્યાસ બાદ તેમના લગ્ન 1990 થયા હતા. ઘર સંસાર ચલવતા ગૃહિણીને સંકલિત બાળ વિકાસ સેવા, આઈસીડીએસ.વિભાગમાં મુખ્યસેવિકા તરીકે તા.10/02/1992નાં રોજ નિયુક્ત થયા હતા.ખાસ મહત્વની વાત એ છે કે પોતે સગર્ભાવસ્થા દરમિયાન પણ ફરજ નિભાવતા હતા.સાથે જીપીએસસી.દ્વારા લેવાતી પરીક્ષાની પણ તેઓ તૈયારી કરતા હતા.જીપીએસસી પરીક્ષામાં ઉતીર્ણ થયા બાદ ક્લાસ-2 ઓફિસર તરીકે સિદ્ધપુર-પાટણ સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યાર બાદ તાલાળા ઘટકનાં સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી તરીકે પાંચવર્ષ સુધી ફરજ પર રહ્યા જેમાં તા.08/2/2008 નાં રોજ બાઈક સવાર દ્વારા ઓચિંતા સર્જાયેલ ગંભીર અકસ્માતમાં કમરનાં મણકાને ગંભીર ઈજા પહોચી હતી.જેમાં વર્ષ.2013 દરમિયાન કીડનીની બીમારી માટે સારવારની જરૂૂરત પડતા અમદાવાદ ગયા હતા તેમજ 2014 વર્ષ દરમિયાન એક કીડનીની ખરાબ થતા સર્જરી કરવાની અને કાઢવાની જરૂૂરત પડી હતી. હાલ તેઓ માત્ર એક કીડની પર ફરજ નિભાવી રહ્યા છે.અંદાજે 11 મહિના જુનાગઢ ઇન્ચાર્જ પોગ્રામ ઓફિસર તરીકે પણ ફરજ બજાવી હતી,અને સરકાર દ્વારા કર્મનિષ્ઠ-પ્રમાણિક અને નિષ્ઠાવાન તેમજ બાહોશ કર્મચારીની ફરજ દરમિયાન તેઓએ કરેલ કામગીરીની નોધ લઈને 2018નાં રોજ પોગ્રામ ઓફિસર તરીકે બઢતી થતા રાજકોટ જિલ્લા પંચાયત આઈસીડીએસ શાખા પ્રોગ્રામ ઓફિસર તરીકે તેઓ સુધી ત્રણ વર્ષ ફરજ નિભાવી હતી. ત્યાર બાદ 2021 થી 2024 સુધી તેઓ જુનાગઢ મનપા વિસ્તારનાં પોગ્રામ ઓફિસર આઈસીડીએસ. શાખામાં ફરજ નિભાવીને બદલીથી હાલમાં પ્રોગ્રામ ઓફિસર,આઈસીડીએસ શાખા,જીલ્લા પંચાયત જુનાગઢ ખાતે ફરજ બજાવી રહ્યા છે.તેઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે ખાસ જણાવે છે કે કોઈ પણ મુશ્ર્કેલીઓ દરમિયાન નિષ્ઠાવાન બની ફરજ નીભાવવી એ જ સાચી નારીશક્તિની ઓળખ છે.
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં કુલ બે 181 રેસ્ક્યુ વાન ટીમ કાર્યરત છે જેમાંથી જૂનાગઢ ખાતે 1 અને કેશોદના ગ્રામ્ય ખાતે 1 રેસ્ક્યુ વાન કાર્યરત છે 10 વર્ષની સફળ કામગીરી દરમ્યાન 181 ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્વારા જૂનાગઢ જિલ્લામાં કુલ 44389 જેટલા કિસ્સાઓમાં મહિલાઓને જરૂૂરિયાત મુજબ સલાહ- સુચન, માર્ગદર્શન અને બચાવવાની મદદ પુરી પાડેલ છે. અને 181 ‘અભયમ’ એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર 181 અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટિમ જઇ ને 10659 જેટલી મહિલાઓને મદદ પુરી પાડેલ છે. વર્ષ 2024માં 181 ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્વારા જૂનાગઢ જિલ્લામાં કુલ 1100 જેટલા કિસ્સાઓમાં મહિલાઓને તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર 181 અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટીમ જઇ ને મદદ પુરી પાડેલ છે જેમાંથી કુશળ કાઉન્સિલિંગ દ્વારા 718 જેટલા કિસ્સાઓમાં સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં સફળતા મળેલ તેમજ 325 થી વધુ કિસ્સાઓમાં ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિતાને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન,મહિલા સહાયતા કેન્દ્ર,જિલ્લા કાનૂની સેવા સતા મંડળ,ઓ.એસ.સી. વગેરે સંસ્થાઓ સુધી લઇ જઈને ન્યાય અપાવવાના પ્રયત્નો કરવામાં આવેલ તેમજ અન્ય ઘણા કિસ્સાઓમાં પીડિતા ઘર વિહોણા કે અજાણ્યા મળી આવેલ હોય તેવી પીડિતાઓને આશ્રયગૃહમાં આશરો અપાવેલ તેમજ ઘણા કિસ્સાઓમાં ભૂલા પડેલા કે વૃદ્ધ અવસ્થાના કારણે ઘરેથી ભૂલા પડેલ હોય તેવા કિસ્સાઓમાં 181 ટીમના કુશળ કાઉન્સિલિંગ અને સુજ્બુજ થી તેઓના પરિવાર સુધી પહોંચાડવાની ઉમદા કામગીરી કરવામાં આવેલ.
સમાજનો મજબૂત સ્તંભ મહિલાઓ
સમાજનો મજબૂત સ્તંભ મહિલાઓ છે, જે માત્ર પરિવારનું જ નહીં, પણ સમગ્ર વિશ્ર્વનું પણ સંચાલન કરવા માટેનું હુનર રાખે છે. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે પછી એ કલા હોય કે, રમતગમત હોય કે, વ્યવસાય અને વિજ્ઞાન કે ટેકનોલોજી હોય કોઈ પણ ક્ષેત્રમાં દરેક જગ્યા પર મહિલાઓએ પોતાના પ્રયાસ અને સફળતાથી એક સ્થાન બનાવ્યું છે તે નરવી વાસ્તવીકતા સ્વીકારવી જ પડે તેમ છે.