ધો.1થી 8 સુધી ખાનગી શાળાઓમાં ફ્રી એજ્યુકેશન મેળવી શકશે, જેનો ખર્ચ સરકાર ઉઠાવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વાલીઓ જેની ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા તે આરટીઈના ફોર્મ ભરવાની પ્રક્રિયા આજથી શરૂ થઇ છે. ગત વર્ષે 2024માં કુલ 804 ખાનગી શાળામાં 4,487 બેઠક પર જ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓના પ્રવેશ થયા હતા. ગત વર્ષ કરતાં પ્રવેશપાત્ર ખાનગી શાળાઓની સંખ્યામાં 117 તો વિદ્યાર્થીઓની ઇન્ટેક કેપેસિટીમાં 2,153નો વધારો થયો છે. જેથી વધુ વિદ્યાર્થીઓ છઝઊ હેઠળ એડમિશન મેળવી શકશે અને ધોરણ-1થી 8 સુધી ખાનગી શાળાઓમાં ફ્રી એજ્યુકેશન મેળવી શકશે, જેનો ખર્ચ સરકાર ઉઠાવશે.
ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મફત શિક્ષણ આપવા માટે તારીખ 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા કરાશે અને વર્ષ 2025-26 માટે ખાનગી સ્કૂલમાં ધો.1માં પ્રવેશ આપવામાં આવશે. દર વર્ષ કરતાં આ વર્ષે આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયા વહેલી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત આ વર્ષથી આરટીઈની બેઠકોમાં પણ વધારો થયો છે. આરટીઈ હેઠળ પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરીથી શરૂ થશે. ત્યારબાદ જિલ્લા કક્ષાએ તા.13 માર્ચ સુધી ચકાસણી કરવામાં આવશે અને તા.27 માર્ચે પ્રવેશ માટેનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે.
આરટીઈ માટે અન્ય જરૂરી માહિતી માટે વેબસાઈટ વિિંાંત://િયિં.જ્ઞિાલીષફફિિ.ંભજ્ઞળ/ પરથી મળશે. 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી 13 દિવસ વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. 13 માર્ચ સુધી જિલ્લાકક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી એપ્રૂવ/રિજેક્ટ કરાશે. 18થી 20 માર્ચ દરમિયાન માત્ર અમાન્ય થયેલી અરજીઓમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા તક અપાશે.
- Advertisement -
18થી 21 માર્ચ દરમિયાન પુન: ડોક્યુમેન્ટ અપલોડ થયેલ ફોર્મ જિલ્લાકક્ષાએ ચકાસણી કરાશે. 27 માર્ચે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે.



