સિતારામ છોલે ભટુરે, જય સોમનાથ ઘૂઘરા અને રૂહી મોમોઝ સહિતના ધંધાર્થીઓને લાઈસન્સ મેળવવા સૂચના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના શાસ્ત્રી મેદાન સામે હોકર્સ ઝોન તથા રાજનગર ચોકથી માયાણી ચોક સુધીના વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 40 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં 14 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના આપવામાં આવી તેમજ ખાદ્યચીજોના કુલ 37 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
- Advertisement -
વિશાલ ઘૂઘરા, સોનુ ઘૂઘરા, સીતારામ છોલે ભટુરે, જય સોમનાથ ઘૂઘરા, શ્રી રામદેવ ભેળ, પ્રકાશ ઘૂઘરા, જય માતાજી છોલે ભટુરે, અમરનાથ ડેરી ફાર્મ, શિવશક્તિ ઘૂઘરા, હરિ ભોજનાલય, જૈનીલ ડાઈનીંગ હોલ, ગણેશ મદ્રાસ કાફે અને એટુઝેડ ઘૂઘરા સહિતનાને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી, તથા ભુરાભાઈ રગડાવાળા, ક્રિષ્ના ઘૂઘરા, લલિતભાઈ ચાટવાલા, ક્રિષ્ના છોટેભટુરે, મની મદ્રાસ કાફે, જય મોમાઈ છોલેભટુરે, બોમ્બે વડાપાઉં, શક્તિકૃપા દાળ પકવાન, શક્તિ કોલ્ડ્રિંક્સ, રામભાઈ રગડાવાળા, સનમ ભૂંગળા બટેટા, સંતોષ નાસ્તા હાઉસ, મારુતિ ગાંઠીયા, શ્રદ્ધા શોપિંગ સેન્ટર, ગોકુલ સ્નેક્સ, પીઝા સ્ટુડીયો, એચ. એન. એન્ટરપ્રાઈઝ, રામવિજય ડ્રાયફ્રુટ, ઢોસા બાઈટ, બાબુભાઈ રગડાવાળા, હરિઓમ ઢોસા, સંતોષ ભેળ, શિવાંશી પાણીપુરી, બાલાજી સાઉથ ઈન્ડિયન, કાકા સોડા શોપ, જય દ્વારકાધીશ ટી સ્ટોલની ચકાસણી કરવામાં આવી હતી.,ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કુલ 4 ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં રસમલાઈ ગોલ્ડ દેશી ગોળ (800 ગ્રામ પેક્ટ), ઝાહીદી ડાયટ (500 ગ્રામ પેક્ડ), નેચરલ્સ ચોઈસ રોયલ ફાડ ડાયસ (500 ગ્રામ પેક્ડ) અને ઈમ્પેરેર ડાયટ ઝાહીદી ડાયટ રિલાયન્સ રિટેલ લિમિટેડ નાના મવા ચોક પાસે 150 ફૂટ રીંગ રોડથી નમૂના લેવામાં આવ્યા હતા.